(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.19
મૂળ અરવલ્લી જિલ્લાના કદવાળા ગામના રહેવાથી અને હાલમાં મોરબી તાલુકાના સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અને ત્યાં સ્ટાફ કવાર્ટરમાં રહેતા નિલેશકુમાર કનુભાઈ ડામોર જાતે આદિવાસી (23)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેનું બાઈક નંબર જીજે 31 એ 4003 જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ જીગ્નેશભાઈ ખરાડીનું બાઇક નંબર જીજે 31 કે 5458 જેની કિંમત 30 હજાર રૂપિયા આ બંને બાઇકને બંને વ્યક્તિઓએ પોતાના સ્ટાફ કવાર્ટર પાસે પાર્ક કર્યા હતા દરમિયાન ગત તા. 1/4/24 ના રોજ રાત્રિના બે થી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન આ બંને બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા નિલેશભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy