રાજકોટ, તા.4
આગામી દિવસોમાં લોક સભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે પાસાની કાર્યવાહી થઈ રહી છે. ત્યારે જેતપુરના બે બુટલેગર પાસામાં ધકેલાયા છે.
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ, રાજકૂત જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠૌડ, ડીવાયએસપી રોહીતસિંહ ડોડીયાએ અસામાજિક પ્રવૃત્તિ કરતા તથા અવાર નવાર ગુના આચરતા શખ્સોની ગુનાકીય અંકુશમાં લેવા સારૂ તેઓના વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય, જે અન્વયે એલ.સી.બી. અને જેતપુર ઉદ્યોગનગર દ્વારા દારૂના ગુનામાં સંડોવાયેલા વિજય કાંતીભાઇ વેગડા (ઉં.વ.36, રહે. કુષ્ણનગર ધોરાજી રોડ, જેતપુર) અને વિપુલ હાથી લાલુ (ઉ.વ.27, રહે. રબારીકા ગામ, તા.જેતપુર વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટર પ્રભવ જોષીને મોકલાતા તેઓ દ્વારા પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કરતા બંને શખ્સોની અટકાયત કરાઈ હતી. બંનેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ હતી.
આ કામગીરી એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા, એ.એસ. આઇ. બાલકૃષ્ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીએસઆઇ કે.એસ. ગરચર, એલ.ડી. મેતા, એ.એસ. આઇ. સંજયભાઇ પરમાર, હેડ કોન્સ્ટેબલ વલ્લભભાઇ બાવડીયા, હીતેષભાઇ વરૂ, કીરીટભાઈ ખાચર, રીઝવાનભાઇ સિંજાત, કોન્સ્ટેબલ ચેતનભાઇ ઠાકોર, મીરલભાઇ ચંદ્રવાડીયા વગેરે દ્વારા કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy