લિંબડી-લખતર રોડ ઉપર ડમ્પર બાઈક વચ્ચેનાં અકસ્માતમાં બે ભાઈઓનાં મોત

Local | Surendaranagar | 27 April, 2024 | 11:52 AM
બાઈક ડમ્પર નીચે ઘુસી જતા સર્જાઈ કરૂણાંતિકા
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.27
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર રોડ પર ઘાઘરેરિયા પાસે ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક સવાર બંને ભાઈઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

સ્થળ પરજ પંચનામું કર્યું ત્યાં સુધી ચાર કલાક બંને લાશ રસ્તા પર જ પડી રહી હતી. પંચ રોજકામ કર્યા બાદ બંને મૃતદેહોને લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડમ્પરચાલક અકસ્માત સર્જી ડમ્પર મૂકી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બાઈક ડમ્પર નીચે ઘૂસી ગયું હતું. અકસ્માતમાં બાઈક સવાર જેન્તીભાઈ પુંજાભાઈ રાઠોડ અને અરવિંદભાઈ ગોરાભાઈ વાઘેલા નામના પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક સવાર એક વ્યકિત ફંગોળાઈને રોડની બાજુમાં આવેલા ખેતરમાં પડ્યો હતો.

અકસ્માતના પગલે લીંબડી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ અકસ્માતની ઘટના બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળે જ ડમ્પર મૂકીને ફરાર થઇ ગયો હતો. આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. લીંબડી પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj