રાજકોટ,તા.6
લોકસભા ચૂંટણીના બે દિવસ પહેલાં શહેર પોલીસ એકશન મોડમાં આવી હતી અને પોલીસ કમિશ્ર્નર રાજુભાર્ગવ, ડીસીપી સુધીર દેસાઈ, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહીલ સહીતના ઉચ્ચ પોલીસ અધિકારી સહીતનો પોલીસ કાફલો જીલ્લા પંચાયત ચોક ખાતે ઉતરી આવ્યો હતો. અને વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, મતદાન પહેલાંના બે દિવસ બહુ જ ગંભીર હોય છે. જેમની તકેદારીના ભાગ રૂપે સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યો છે.
જેમાં તેમજ ક્રીટીકલ બુથમાં ચૂંટણીની ગાઈડલાઈન્સ પર એસઆરપી સહીતનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તેમજ મતદાન શાંતીપૂર્ણ પુરૂ થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની ખાતરી આપી હતી.રાત્રે જીલ્લા પંચાયત ચોકમાં કરેલ વાહન ચેકીંગમાં ક્રાઈમ બ્રાંન્ચ પીઆઈ એન.આર.ગોંડલીયા સહીતનો સ્ટાફ તેમજ પ્ર.નગર પોલીસનો સ્ટાફ જોડાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy