મેંદરડા પંથકમાં સીમ ચોરીનાં બે બનાવો નોંધાયા

Local | Junagadh | 17 April, 2024 | 01:20 PM
માંગરોળના કરમદી ગામે ભેખડ ધસી પડતા યુવાનનું દબાઇ જતા મોત
સાંજ સમાચાર

જુનાગઢ, તા. 17
મેંદરડા પંથકમાં રાત્રિ દરમ્યાન બે સીમ ચોરીની ઘટના ઘટવા પામી છે. જેના કારણે પોલીસ પેટ્રોલીંગ સામે સવાલ ઉઠવા પામ્યા છે. ગત તા. 13-4ની બનેલી ઘટનામાં જુનાગઢ રહેતા અને સમઢીયાળા ગામની સીમમાં ગોડાઉન ધરાવતા ફરીયાદી  ભનુભાઇ ભીમાભાઇ કટારીયા (ઉ.વ.56)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ વાડીના ગોડાઉનમાંથી કોઇ અજાણ્યા ઇસમોએ તાળુ તોડી ગોડાઉનમાંથી બાઇક રૂા. 20 હજાર, અનાજ દળવાની ઘંટી રૂા. 10 હજાર, ગેસની બોટલ રૂા. 900, ટેબલ પંખો રૂા. 100, પાણીની મોટર 10 હજાર, સીંગલ મોટર રૂા. 3000, ઇલેકટ્રીક સગડી રૂા. 2000 સહિત કુલ 48000ની કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે. 

બીજી ઘટના મેંદરડા, રાજેસરના રસ્તે કનકાઇ મંદિરની બાજુમાં વાડી ધરાવતા જયોતિષભાઇ છગનભાઇ રાજાણીની વાડીમાં ખુલ્લામાં પડેલ સોયાબીનનો ઢગલો એક ખાંડી (ર0 મણ) રૂા. 20,000, ઘઉં પાંચ મણ રૂા. 3000, રાઉટર 1000, વજન કાંટો ઇલેકટ્રીક પ હજાર મળી 29000ની મતાની કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એસ.એન. સોનારાએ તપાસ હાથ ધરી છે.

આપઘાત
માણાવદર ઇલાસરીધાર ખાતે રહેતા યુવાન રાહુલભાઇ એભાભાઇ સોલંકી (ઉ.વ.20)ને અજાબ ગામે રહેતી પરણીતા સાથે પ્રેમસંબંધ હોય મહિલાને સંતાન પણ હોય જેથી લગ્ન થઇ શકે તેમ ન હોય તેથી લાગી આવતા રાહુલભાઇ સોલંકીએ ઇલાસરીધાર ખાતે ચુંદડી વડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

ભેખડની નીચે દબાઇ જતા મોત
મુળ માંગરોળના કરમદી ગામે રહેતા હાલ વંથલીના કણઝા ગામની સીમમાં રાણાભાઇ ભુરાભાઇ ચાવડાની વાડીએ અન્ડર ગ્રાઉન્ડ પાઇપલાઇનનું ફીટીગ કરવાનું કામ કરતા સંજયભાઇ બાબુભાઇ કરગઠીયા (ઉ.વ.40) ખાડામાં કામ કરી રહ્યા હતા. ત્યારે ગઇકાલે સાંજે 6.45 કલાકે ખાડામાં ભેખડ પડતા તેની નીચે દબાઇ જવાના કારણે સંજયભાઇ બાબુભાઇ કરગઠીયા (ઉ.વ.40)નું મોત નોંધાતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.

આપઘાત
મુળ છોટાઉદેપુર  ફળી તાલુકાના સીલીયાવાટના રહીશ હાલ ભેંસાણ ચોકડી પાસે લક્ષ્મી ઓઇલ મીલના કારખાનામાં  રહી કામ કરતા રાઠવા કેશુભાઇ ધોળીયાના પત્ની શારદાબેનએ ગઇકાલે સવારે 4.45 કલાકે કારખાનાની ઓરડીમાં  ગળેફાંસો ખાઇ લેતા મોત નોંધાયુ હતું. ન.પો.અધિકારી હિતેષ ધાંધલ્યાએ તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj