રાજકોટ, તા.1
જૂનાગઢ સેન્ટ્રલ જેલના બે કાચા કામના કેદીએ ખીલી ખાઈ લેતાં જૂનાગઢ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, જૂનાગઢ સેન્ટ્રલ જેલમાં દોઢ વર્ષથી સજા ભોગવી રહેલાં દુષ્કર્મના આરોપી સાગર ખેરાજ વાઘેલા (ઉ.વ.22 રહે- ધરારનગર રાજકોટ) અને વિપુલ જયસુખ વરાણીયા (ઉ.વ.22 રહે- ભેંસાણ સામતપર) છેલ્લાં છ મહીનાથી સજા ભોગવી રહ્યા છે. જેલથી કંટાળી બંને કાચા કામના કેદીએ ગઈ કાલે જૂનાગઢ સેન્ટ્રલ જેલમાં ખીલી ખાઈ ગયા હતાં. બાદ અન્ય કેદીને જાણ થતાં તેઓએ જેલ સિપાહીને જાણ કરી હતી. બાદ બન્નેને તુરંત જૂનાગઢ સરકારી હોસ્પિટલ બાદ અત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવું જાણવા મળે છે કે, બંને જેલથી કંટાળી ગયા હતા. એવું પણ અનુમાન છે કે, પરિવારજનો સાથે વાત ન થતી હોવાથી પગલું ભર્યું છે. હાલ બંને સારવારમાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy