(લિતેશ ચંદારાણા) વાંકાનેર તા.20 વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના જીનપરા જકાતનાકા નજીક બાલા હનુમાન મંદિર સામે દરોડો પાડી ગતરાત્રીના જાહેરમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને રંગે હાથ ઝડપી પાડી બંને સામે વાંકાનેર સીટી પોલીસમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના જીનપરા જકાતનાકા નજીક બાલા હનુમાન મંદિર સામે દરોડો પાડી જાહેરમાં આઈપીએલની લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વચ્ચે ચાલતી ટી-20 ક્રિકેટ મેચમાં સટ્ટો રમી રમાડતા આરોપી જીજ્ઞેશભાઈ ઉર્ફે પેપો અશ્ર્વિનભાઈ વીંછી (ઉ.વ.35, રહે. દરબારગઢ રોડ, વાંકાનેર) અને કલ્પેશભાઈ બાબુલાલ મહેતા (ઉ.વ.46, રહે. ઠકકર શેરી, મેઈન બજાર, વાંકાનેર)ને રોકડ રકમ રૂા.2,700 તથા બે મોબાઈલ ફોન સહિત કુલ રૂા.12,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy