(જીગ્નેશ ભટ્ટ)
મોરબી તા.27
વાંકાનેરમાં આવેલ રામ ચોક પાસે સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હતા અને પોલીસે તે બંને શખ્સો પાસેથી કુલ મળીને 2530 ની રોકડ તથા 9000 રૂપિયાની કિંમતના ત્રણ મોબાઇલ ફોન આમ કુલ મળીને 11,530 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી સરફરાજ હુસેનશા શાહમદાર જાતે ફકીર (26) રહે. મીનારા શેરી રામચોક વાંકાનેર તથા અસલમભાઈ અનવરભાઈ સૈયદ જાતે મુસ્લિમ (33) રહે. મીનારા શેરી રામચોક વાંકાનેર વાળાની ધરપકડ કરી છે અને તેની સામે વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારી પકડાયા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે અશોકભાઈ કિશનભાઇ તળેટીયા જાતે દેવીપુજક (23), રણજીતભાઈ છોટુભાઈ કાંજીયા જાતે દેવીપુજક (50) અને રવિભાઈ રામજીભાઈ મકવાણા જાતે રાવળદેવ (35) રહે. બધા લાયન્સનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 730 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy