જુનાગઢમાં મહિલાનાં ગળામાંથી મંગળસુત્રની ચિલઝડપ કરનાર બે શખ્સો ઝડપાયા: હજુ એક ફરાર

Local | Junagadh | 26 April, 2024 | 02:10 PM
માંગરોળનાં લોએજ ગામે ઝેરી સર્પનાં દંશથી મહિલાનું મોત
સાંજ સમાચાર

જુનાગઢ તા.26
 ગત જાન્યુઆરી માસમાં જુનાગઢ મધુરમ વિસ્તારમાંથી એક મહિલાના ગળામાંથી મંગલસુત્રની ચીલઝડપનો ગુનો નોંધાયો હતો. જેમાં બેને જુનાગઢ એલસીબી પોલીસે દબોચી લીધા છે જયારે સાંતલપુરના દાત્રાણાના શખ્સને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

 ગત તા.1-1-2024ના જુનાગઢ મધુરમ વિસ્તારમાં રહેતા એક મહિલા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે સ્કુટરમાં જઈ રહેલા શખ્સોએ મહિલાના ગળામાંથી 87,500ની કિંમતના મંગલસુત્રની ચીલઝડપ કરી નાસી છુટયા હતા. આ ચીલઝડપમાં કચ્છ અંજાર તાલુકાના આદીપુરનો ભરત મનુ સુંબડ સંડોવાયેલ હોવાની અને હાલ અમદાવાદ હોવાની બાતમીના આધારે પાલડી વિસ્તારમાંથી ભરતને દબોચી તેમની પુછપરછમાં ટીંબાવ રહેતા સલીમ હાજી સમા અને સાંતલપુરના દાત્રાણાનો અને હાલ આદીપુર રહેતો રાજુ ગોવિંદ સાથે મળીને આ ચીલઝડપ કરી હતી. ક્રાઈમ બ્રાંચે ભરત સુંબલ અને સલીમ સમાને દબોચી સ્કુટર બાઈક બે મોબાઈલ કબ્જે કરી સી ડીવીઝનને હવાલે કરી દીધા છે. જયારે રાજુ ગોવિંદને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.
 

સર્પ દંશ
 માંગરોળના લોએજ ગામે રહેતા રામભાઈ નંદાણીયાના પત્ની જાનીબેન (ઉ.60) ગત તા.24/4ના પોતાના ઢોર માટે ચારો લેવા જતા ચારામાં બેઠેલા ઝેરી શાપે દંશ દઈ દેતા કેશોદની રઘુવંશી હોસ્પીટલમાં સારવાર માટે લઈ આવતા જયાં સારવાર દરમ્યાન મોત નોંધાતા માંગરોળ સહીત પોલીસે તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj