ચૂંટણીમાં આકસ્મિક આરોગ્ય પરિસ્થિતિનો સામનો કરવા તંત્ર સજ્જ

મતદાન વખતે સિવિલ હોસ્પિટલના તબીબોની બે મોબાઈલ ટીમ ખડેપગે રહેશે: બુથ પર 600થી વધુ મેડિકલ કીટ પહોંચાડી દેવાઈ

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 06 May, 2024 | 05:34 PM
◙ સિનિયર અને જુનિયર ડોક્ટર સહીત પેરા મેડીકલ સ્ટાફ ખડેપગે રહેશે: લુ લાગી જાય કે, ગરમીથી હૃદય રોગનો હુમલો આવે તો ઇમરજન્સી રૂમમાં વિશેષ વ્યવસ્થા રખાઈ
સાંજ સમાચાર

◙ તાપમાનનો પારો ઊંચો રહેવા અનુમાન હોય, મતદાન મથકો પર આવતા મતદારો અને ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ-અધિકારીઓના આરોગ્યની તકેદારી સિવિલ હોસ્પિટલ તંત્ર રાખશે

◙ દિવ્યાંગો, સગર્ભા બહેનો, સિનિયર સિટીઝન, ન ચાલી શકતા હોય તેવા દર્દીઓ માટે તમામ બુથ પર વ્હિલચેરની વ્યવસ્થા કરાઈ

રાજકોટ, તા.6
આવતીકાલે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે. રાજકોટ શહેરમાં લોકસભા ચુંટણીનું મતદાન થશે. આજે પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે. પરંતુ સૂરજ દેવતા આકરો તાપ વરસાવે તેવુ અનુમાન છે, તડકા વચ્ચે આવતીકાલે મતદાન છે ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર પણ આકસ્મિક આરોગ્ય પરિસ્થિતિને સંભાળી લેવા સજજ છે. મતદાન વખતે સિવિલ હોસ્પિટલના તબીબોની બે મોબાઈલ ટીમ ખડેપગે રહેશે. બુથ પર 600થી વધુ મેડિકલ કીટ પહોંચાડી દેવાઈ છે.

સિનિયર અને જુનિયર ડોક્ટર સહીત પેરા મેડીકલ સ્ટાફ ખડે પગે રહશે. લુ લાગી જાય કે, ગરમીથી હૃદય રોગનો હુમલો આવે તો ઇમરજન્સી રૂમમાં વિશેષ વ્યવસ્થા રખાઈ છે. તાપમાનનો પારો ઊંચો રહેવા અનુમાન હોય, મતદાન મથકો પર આવતા મતદારો અને ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ - અધિકારીઓના આરોગ્યની તકેદારી સિવિલ હોસ્પિટલ તંત્ર રાખશે. દિવ્યાંગો, સગર્ભા બહેનો, સિનિયર સિટીઝન, ન ચાલી શકતા હોય તેવા દર્દીઓ માટે તમામ બુથ પર વ્હિલચેરની વ્યવસ્થા કરાઈ છે.

આ અંગે ‘સાંજ સમાચાર’ને માહિતી આપતા રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું કે, રાજકોટ શહેરમાં મતદાનના દરેક બુથ પર મેડિકલ ટીમ ખડે પગે રહેશે. હાલ સિવિલ હોસ્પિટલ દ્વારા બે મોબાઈલ ટીમ બનાવવામાં આવી છે. આ મોબાઈલ ટીમમાં એક સિનિયર ડોક્ટર એક જુનિયર ડોકટર સહિત નર્સિંગ સ્ટાફ, લેબ ટેકનીશ્યન અને વર્ગ-4ના કર્મચારી ખડે પગે રહેશે.

સિવિલ હોસ્પિટલ દ્વારા 600 મેડિકલ કીટ તૈયાર કરાવામાં આવી છે. જેમાં ફર્સ્ટ એડ, લુ લાગે તો તે માટેની દવાઓ, બીજી પ્રાથમિક દવાઓનો સમાવેશ છે. આ મેડિકલ કિટો બુથ સુધી પહોંચાડી દેવામાં આવી છે.

દિવ્યાંગોને કોઈ તકલીફ ન પડે તો તે માટે વ્હીલ ચેર પણ સિવિલ હોસ્પિટલ દ્વારા દરેક બુથ પર મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સગર્ભા મહિલા માટે અને સિનિયર સિટીઝન તેમજ ચાલી ન શકતા હોય તેવા દર્દીઓ માટે પણ વ્હીલ ચેરની વ્યવસ્થા બુથ પર કરી દેવામાં આવી છે. બ્લડ પ્રેશર ઈન્સ્ટ્રમેંટ, ગ્લોમિટર, ઓઆરએસના પેકેટ સહીત પ્રાથમિક જરૂરી મેડિકલ કીટ બુથ સુધી પહોંચાડી દેવામાં આવી છે.

હાલ ઉનાળો છે ત્યારે હિટ વેવ કે અચાનક ચકકર આવી પડી જવાનાં બનાવો પણ વધી રહ્યાં છે. ત્યારે આવાં હાર્ટ એટેક કે આકસ્મિક કોઈ બનાવ બને તો તે પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ તંત્ર દ્વારા કેથલેબની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં હૃદય રોગના નિષ્ણાંત તબીબ ખડે પગે રહેશે. અચાનક હાર્ટ એટેકના બનાવોમાં ઝડપથી સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ તંત્રએ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.

આ ઉપરાંત 10 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રાખવામાં આવી છે. જે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સ્થિતિમાં જે તે બુથ પર પહોંચી જશે અને દર્દીને સિવિલ હોસ્પિટલ સુધી તત્કાલ પહોંચાડવા કામગીરી કરશે. ચુંટણીના કામગીરીમાં બહારથી આવતાં અધિકારી, કર્મચારી તથા આર્મીના જવાનો માટે પણ વિશેષ મેડીકલ કીટ મોકલી આપવામાં આવી છે. મતદાતાઓને કોઈ તકલીફ ન પડે તે માટે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાની ડો. ત્રિવેદીએ જણાવ્યું છે.

સિવિલ હોસ્પિટલનો વહીવટી સ્ટાફ પણ ચૂંટણી ફરજમાં
આવતી કાલે મતદાન છે, ત્યારે દરેક વિભાગમાંથી અધિકારી અને કર્મચારી ચૂંટણીની કામગિરીમાં રોકાયેલ છે. ત્યારે સિવિલ હોસ્પિટલના વહીવટી અધિકારી અને કર્મચારી પણ આજથી ત્રણ દિવસ ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવશે. પણ સિવિલ હોસ્પિટલની કામગીરીમાં કોઈ અસર નહિ પહોંચે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj