જામનગર તા.19
જામનગર નજીકના ઠેબા બાયપાસ ચોકડી પાસેથી ગઈકાલે પસાર થઈ રહેલી એક મોટરકારને પોલીસે અટકાવી તેની તલાશી લેતાં 800 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ અને કાર સાથે બે શખ્સોની અટકાયત કરી હતી. તેમજ દારૂ સપ્લાય કરનાર અને રિસીવરને ફરાર જાહેર કરાયા છે. જામનગરના ભાગોળે ઠેબા બાયપાસ ચોકડી પાસેથી બાતમીના આધારે 800 લીટર દેશી દારૂની ભરેલી કારને કીશોર સહિત બે શખસોને પોલીસે ઝડપી લીધા છે અને દારૂનો જથ્થો અને કાર મળીને રૂ.5.16 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
શહેરના ભાગોળે લાલપુર બાયપાસથી ઠેબા ચોકડી તરફ આવતા રોડ પરથી એક સિલ્વર કલરની સ્કોડા કારમાં દેશી દારૂ ભરેલી ઠેબા બાયપાસ તરફ આવતી હોવાની પંચકોશી બી ડિવિઝનના એમ.એલ.જાડેજા, સુમીતભાઈ શિયાર, પોલાભાઈ ઓડેદરાને બાતમી મળી હતી. જે બાતમીના આધારે ઠેબા ચોકડી પાસે ચેકપોસ્ટે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કાર આંતરી લઈને તલાસી લેતાં તેમાંથી રૂ.16 હજારની કિંમતનો 800 લીટર દેશી દારૂ મળી આવતા બાલુ નાથાભાઈ કોડીયાતર(રે.રાણાવાવ તાલુકાના કાટવાણા ગામના રૂપામોરાનેશ) અને એક કિશોરને ઝડપી લીધા હતાં. તેના કબ્જામાંથી કાર મળીને કુલ રૂ.પ.16 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જેમાં દેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ભાણવડના ખોડીયારનેશના નારણ બાલાભાઈ કોડીયાતર અને દારૂ મંગાવનાર મોબાઈલ નંબરવાળાને ફરાર જાહેર કરી શોધખોળ આરંભી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy