રાજકોટ, તા. 4
શીતળાધાર પાસે આવેલ સરદાર ગૌશાળાની બાજુમાંથી કારમાં ભરેલ દારૂની 96 બોટલ સાથે બે શખ્સોને આજી ડેમ પોલીસે દબોચી રૂા.6.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડાની વિગત મુજબ આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ એ.જે.પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો
ત્યારે સાથેના કોન્સ્ટેબલ ગોપાલ બોળીયાને મળેલ ચોકકસ બાતમીના આધારે શીતળાધાર સરદાર ગૌશાળાની બાજુમાં બલેનો કાર નં. જીજે 3 એનકે 4789માં તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની શરાબની 96 બોટલ મળી આવતા રોહિત રમેશ પરમાર (રહે. કોઠારીયા સોલવન્ટ, સીતારામ સોસા. શેરી નં. 7) અને અભય જીતુ કોડીયાતર (રહે. જુનાગઢ)ને દબોચી દારૂ અને કાર મળી રૂા. 6.પ0 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂ કયાંથી લાવ્યા અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પુછતાછ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy