વાહનોનું વેચાણ ‘ટોપ ગીયર’માં

એપ્રિલમાં ટુ-વ્હીલરના વેચાણમાં 33 ટકા, પેસેન્જર વ્હીકલમાં 16 ટકા, કોમર્શીયલ વાહનોમાં બે ટકાની વૃધ્ધિ

India, Business | 09 May, 2024 | 10:18 AM
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.9

દેશમાં વાહનોનું વેચાણ એપ્રિલ મહિનામાં 27 ટકા વધીને 22,06,070 યુનિટ થયુ હતું.ગત વર્ષે આ ગાળામાં વાહનોનું કુલ વેંચાણ 17,40,649 થયુ હતું.પેસેન્જર વ્હીકલ અને ટુ વ્હીલરનુ વેચાણ નોંધપાત્ર વધ્યુ હતું.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસીએશનએ જાહેર કરેલા ડેટા અનુસાર એપ્રિલ મહિનામાં પેસેન્જર વ્હીકલનું વેંચાણ 16 ટકા વધીને 3,35,123 યુનિટ હતું.જે ગત વર્ષે આ ગાળામાં 2,89,056 યુનિટ હતું.

ટુ વ્હીલરનું વેંચાણ 33 ટકા વધીને 16,43,510 યુનિટ થયુ હતું. જે ગત વર્ષે આ ગાળામાં 12,33,763 યુનિટ હતું. કોમર્શીયલ વ્હીકલનું વેચાણ 2 ટકા વધીને 90,707 યુનિટ થયુ હતું. થ્રી વ્હીલરનું વેંચાણ 9 ટકા વધીને 80,105 યુનિટ થયુ હતું.જયારે ટ્રેકટરનું વેંચાણ માત્ર 1 ટકા વધીને 56,625 યુનિટ થયુ હતું.

ફાડાના પ્રમુખ મનીષરાજ સિંધાનીયાએ કહ્યું હતું કે, ચૈત્રી નવરાત્રી સામાન્ય રીતે માર્ચમાં આવતા હોય છે. જે આ વર્ષે એપ્રિલ મહિનામાં આવ્યા હતા. જેને કારણે વેંચાણ વધ્યુ છે.તેમ છતા સમગ્ર રીતે ગ્રોથ સારો રહ્યો છે. પેસેન્જર વ્હીકલ કેટેગરીમાં ડબલ ડીજીટ ગ્રોથ જોવાયો છે. ગ્રાહકોને જોઈતાં મોડેલ ઉપલબ્ધ હોવાથી અને સાનુકુળ સેન્ટીમેન્ટને કારણે માંગ વધી હતી. ગુડી પડવો અને નવરાત્રી પર્વને કારણે વેચાણ વધ્યુ હતું.

જોકે મજબુત બુકીંગ અને કસ્ટમર ફલો છતા સ્પર્ધા વધી હોવાથી અને સપ્લાય વધુ પડતો હોવાથી તથા ડીસ્કાઊન્ટીંગને કારણે ગ્રોથ જાળવવો પડકારજનક હોવાનું તેમણે કહ્યું હતું. ટુ વ્હીલર સેગમેન્ટમાં નોંધપાત્ર ગ્રોથ જોવાયો હતો. કારણ કે 125 સીસી મોડેલમાં સપ્લાય વધ્યો હતો અને માંગ પણ વધી હતી.

કોમર્શીયલ વ્હીકલ સેગમેન્ટમાં ચૂંટણીને કારણે સેન્ટીમેન્ટ ખરાબ થયુ હતું.ફાઈનાન્સનાં મર્યાદિત વિકલ્પો અને પાણીની તંગી જેવા રીજનલ પડકારોને કારણે વિપરીત અસર થઈ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj