હૈદરાબાદ: આંધ્રપ્રદેશના ગુલેલુ ગામમાં એક અનોખી ઘટના બની હતી. સાગેની પન્ડન્ના નામના માણસનાં ત્રીજા લગ્ન રંગેચંગે યોજાયાં અને એમાં તેની પહેલી બે પત્નીઓએ જ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
વાત એમ છે કે સાગેનીભાઈએ પહેલાં લગ્ન પર્વતમ્મા નામની મહિલા સાથે કર્યાં હતાં. જો કે એ પછી 7 વર્ષ સુધી કોઈ સંતાન ન થતાં પર્વતમ્માના જ કહેવાથી તેણે અપ્પલમ્મા નામની બીજી કન્યા સાથે લગ્ન કર્યા હતાં. બીજા લગ્નથી તેમને બે બાળકો થયાં.
જો કે એ પછી સાગેનીભાઈને વધુ એક સંતાન જોઈતું હતું, પણ બીજી પત્ની ફરી મા બની શકે એમ નહોતી એટલે તેમણે પતિને વધુ એક છોકરી સાથે પરણાવવાનું નકકી કર્યું.
પહેલી બે પત્નીઓએ જ પાસેના એક ગામમાંથી લક્ષ્મી નામની કન્યા પસંદ કરી અને ગયા મહિને 25 જૂને તેમનાં લગ્ન રંગેચંગે કરાવ્યાં. લગ્નની કંકોતરીમાં વર-વધુની સાથે પહેલી બે પત્નીઓની તસવીરો અને નામ પણ આમંત્રકની યાદીમાં લખવામાં આવ્યાં હતાં.
જો કે આવાં અનોખાં લગ્નની ગામમાં બેમોઢે ચર્ચા થતી હોવાથી કંટાળીને સાગેનીભાઈ ત્રણેય પત્નીઓને લઈને થોડા દિવસ માટે સગાવ્હાલાંઓથી દુર રહેવા ચાલ્યા ગયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy