મોરબીના સોખડા પાસે કારખાનામાં મશીન ફાટતા બે યુવાનો દાઝયા

Local | Morbi | 26 April, 2024 | 01:52 PM
શનાળા રોડ પર બાઇક સ્લીપ થતાં વૃદ્ધને ઇજા
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26
મોરબી તાલુકાના સોખડા ગામ પાસે કારખાનામાં મશીન ઉપર કામગીરી કરતા સમયે કોઈ કારણોસર મશીન ફાટતાં દાઝી જવાથી બે યુવાનોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સોખડા ગામ નજીક પેસિફિક વુડ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં મુર્તુઝા સમયુદ્દીન મોહમ્મદ (35) અને શબ્બીરભાઈ અબ્દુલભાઈ મોહમ્મદ (19) નામના બે યુવાનો કારખાનામાં મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે મશીન ફાટતાં તે બંને યુવાનો દાઝી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી હતી.
 

બાઇક સ્લીપ થતા
મોરબીમાં આવેલ મેઘાણીની સ્કૂલ નજીક ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા મહાદેવભાઇ વેલજીભાઈ ભાડજા (62) મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ બનાવમાં વૃદ્ધને ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
 

ફિનાઇલ પીધું
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા ફાલ્ગુનીબેન સુભાષભાઈ મઢવી (17) નામની યુવતીએ પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj