વોશિંગ્ટન,તા.9
ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસ હુમલાખોરોનો સફાયો કરાયા બાદ હવે રફાહ ક્ષેત્રમાં હુમલાની કરેલી તૈયારી વચ્ચે અમેરિકાએ ચેતવણી આપતા ઈઝરાયેલનો શસ્ત્ર પુરવઠો અટકાવી દીધો છે.
અગાઉ જ અમેરિકી પ્રમુખ જો બાઈડને ઈઝરાયેલે રફામાં લશ્કરી કાર્યવાહી નહી કરવા જણાવ્યું હતું પરંતુ જે રીતે ઈઝરાયેલની સેના રફામાં અલગ અલગ વિસ્તારોમાં તેની સેના મોકલવા તૈયારી કરી રહ્યું છે તે બાદ હવે અમેરિકાએ ઈઝરાયેલનો શસ્ત્ર પુરવઠો અટકાવી દેવાની જાહેરાત કરી છે.
બાઈડને કહ્યું હતું કે, અમે નવા હથિયારો સપ્લાય કરવા કે ટેન્કો માટે ટોપગોળા કે અન્ય મદદ કરશુ નહી. ખાસ કરીને જે રીતે ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેનાએ વ્યાપક વિનાશ વેર્યો છે અને 35 હજારથી વધુ ગાઝા નિવાસીઓ ભોગ બન્યા છે તેમજ અહી માનવીય કટોકટી સર્જાઈ છે. લોકો પાસે ભોજન કે દવા પણ ઉપલબ્ધ નથી તે સમયે હવે રફા ક્ષેત્રમાં હુમલો એ ઈઝરાયેલ માટે નવી મુશ્કેલી લાવી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy