અમરેલી સબ જેલમાં બિનવારસી મોબાઇલ મળ્યો

Local | Amreli | 26 April, 2024 | 11:13 AM
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.26 અમરેલી જીલ્લા જેલના જેલર ગ્રુપ- 2 ના કે.વી.ગઢવી, તથા સ્ટાફ તથા અન્ય કર્મચારીઓ ગત તા.રપ ના રોજ રાત્રે આશરે ર કલાકના સુમારે જેલ ની અંદર સર્કલમાં આવેલ યાર્ડ નં.-3 ની બેરેક નં. 5 ની અચાનક ઝડતી કરતા ત્યાંથી ગોલ્ડન કલરનો મોબાઈલ ફોન બેટરી તથા સીમ કાર્ડ સહિતનો મોબાઇલ ફોન નંગ-1 બિનવારસી હાલતમાં મળીઆવેલ હોય અંગે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાય છે. આ ફરિયાદમાં ઉપરોક્તત જેલ પ્રતિબંધીત વસ્તુ મોબાઈલ ફોનને એફ.એસ.એલ ખાતે મોકલી ચકાસણી કરવામાં આવે તો ઘણી બાબતોનો ખુલાસો થઈ શકે તેમ છે. જેલમાંથી મળી આવેલ ફોનનો ક્યા કયા કેદીઓએ અનઅધિકૃત રીતે ઉપયોગ કરેલ છે કે કેમ? તેમજ આ ફોન દ્વારા ગુન્હાહિત પ્રવૃતિ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. કે કેમ ? આ અંગે ઉંડાણ પુર્વકની ધનિષ્ઠ તપાસ થવી જરૂરી છે. વિગેરે બાબતોએ આઈ.પી.સી.188 તથા પ્રિઝન એક્ટની કલમ 4ર,43,4પ,ની પેટા કલમ 1ર મુજબની મળેલ મોબાઈલ ફોનની વિગતે ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી થવા અમરેલી જીલ્લા જેલના જેલર ગ્રુપ- ર ના કે.વી. ગઢવીએ સીટી પોલીસને ફરિયાદમાં જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj