ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય ભાજપા ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે દેશમાં યોજાઈ રહેલા લોકસભા ચુંટણીઓના ત્રીજા તબક્કાના મતદાન હેઠળ નારણપુરા સબ ઝોનલ ઓફિસ મતદાન મથક ખાતે સહપરિવાર મતદાન કર્યું હતું. તેમની સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી સોનલબેન શાહ, શ્રી જયભાઈ શાહ તેમજ શ્રીમતી રિશિતા જયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ૭ મે ના રોજ લોકસભા ચુંટણીઓ અન્વયે સમગ્ર ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ ગયું હતું. લોકશાહીના આ મહાપર્વે શ્રી અમિતભાઇ શાહે સવારે સપરિવાર મતદાન કરી પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં શ્રી શાહની અપાર લોકચાહનાના પરિણામ સ્વરૂપ નારણપુરા સબ ઝોનલ મતદાન મથક ખાતે નાગરિકોએ વિશાળ સંખ્યમાં શ્રી શાહનું સ્વાગત કર્યું હતું. શ્રી શાહે ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલી આભાર વ્યક્ત કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy