પાલીતાણાના હણોલ ગામે કેન્દ્રિય મંત્રી તથા પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાએ પત્ની સાથે મતદાન કર્યું

Local | Bhavnagar | 08 May, 2024 | 10:33 AM
સાંજ સમાચાર

(મેહુલ સોની દ્વારા) પાલીતાણા,તા.8
 ભાવનગર લોકસભા બેઠક પર આજે લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાનની શરૂઆત થઈ ચૂકી હતી ત્યારે પાલીતાણા વિધાનસભા બેઠકના મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ મતદારો કતાર લગાવીને મતદાન કરવા પહોંચી ગયા હતા. ઉનાળાનો સમય હોય અને બાર વાગ્યાથી તડકાની ગરમી લાગે એવું વાતાવરણ હોય વહેલી સવારમાં મતદાન થવાનું શરૂ થઈ ગયું હતું.

જે રીતે ઉત્સાહથી મતદાન શરૂ થયું હતું તે જોતા તડકામાં મતદારો ઓછા આવશે તેવી શક્યતાઓ હતી તે મુજબ જ બપોર બાદ મોટાભાગના મતદાન મથકોમાં કાગડા ઉડવા જેવી હાલત હતી. તમામ મતદાન મથકો ઉપર ચૂંટણી માટેનું નીરસ વાતાવરણ જોઈ ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે ચિંતા થઈ જાય તેવા દ્રશ્યોનું નિર્માણ પામ્યું હતું.

તો સવારે લાઈન અને બપોરે ભારે તાપમાનમાં મતદારો ગુમ થઈ જતા ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પરસેવો વળી ગયો હતો. પાલીતાણા શહેર તેમજ તાલુકાના તમામ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે ચુસ્ત બંદોબસ્ત નીચે લોકોએ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી થયેલા હતા. શહેર તેમજ તાલુકામાંથી ક્યાંય પણ  અને ઇચ્છનીય બનાવ બનેલ નથી તેમજ ક્યાંય પણ ઇવીએમ મશીન કે કંટ્રોલ યુનિટ બગડવાના પણ બનાવ બનેલ નથી. 

પાલીતાણા વિધાનસભા નીચે આવતા નવા સરોડ ગામે બુથ નંબર 135 માં આજે શતાયુ મતદાર 103 વર્ષના કાળીબેન લક્ષ્મણભાઈ પરમારે મતદાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા તથા તેમના પત્નીએ પાલીતાણા તાલુકાના હણોલ ગામે મતદાન કર્યું હતું. પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા એ પાલીતાણા તાલુકાના લાપાળીયા ગામે મતદાન કર્યું હતું.પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાએ પાલીતાણા શહેરમાં મતદાન કર્યું હતું. પાલીતાણા શહેરના સિંધીકેમ્પ વિસ્તારમાં મહિલાઓ ઉત્સાહભેર મતદાન કરેલ હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj