ઉનાનાં ધોકડવા ગ્રામ પંચાયતમાં બે વર્ષથી તલાટી મંત્રીની જગ્યા ખાલી: મામલતદારને ગ્રામજનોનું આવેદન

Local | Veraval | 20 April, 2024 | 12:02 PM
દિન-7 માં પ્રશ્ન હલ નહી થાય તો મતદાન બહિષ્કારની ચીમકી
સાંજ સમાચાર

ઉના, તા.20
નબળી વિચારધારા ની રાજ નિતી એ છેલ્લા બે વર્ષથી ગીરગઢડા નાં  ધોકડવા ગામના વિકાસ કામો ને અડચણો ઊભી કરીને વહીવટને અસિથર બનાવી દેતાં તનો ભોગ આમ પ્રજા બની રહી હોવાનાં ગંભીર આક્ષેપ સાથે ગીરગઢડા મામલતદાર ને ધોકડવા ગ્રામપંચાયતનાં સરપંચ પ્રતિનિધી મંડળ અને ગામજનો દ્વારા આવેદનપત્ર આપી દીવસ સાત માં સમસ્યા હલ નહીં કરાય તો મતદાન નો બહિષ્કાર કરવાની ચીમકી આપતાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે
ધોકડવા ગામ ગીરગઢડા તાલુકાનું સૌથી મોટુ ગામ છે આશરે 11 થી 12 હજારની વસ્તી છે અને 6000 નું મતદાન ધરાવે છે.

ખુબજ વિકસિત ગામ છે. ધોકડવા ગામની આજુબાજુના 20 થી 25 ગામો અને જંગલ વિસ્તારમાં 15 થી 20 નેસ વિસ્તારનું વેપારનું મોટુ કેન્દ્ર છે. વેપારની દ્રષ્ટિએ નાની- મોટી 700 થી 800 દુકાનો હીરાના 20 થી 25 કારખાના, દુધની 15 થી 20 ડેરી તેમજ બીજી અસંખ્ય દુકાનો અને શોરૂમો આવેલા છે. ઉના-અમરેલી નેશનલ હાઈવે પર આવેલું ગામ છે. આજુબાજુના 20 થી 25 ગામોમાં નોકરી/ સર્વિસ કરતા કર્મચારી અને વેપાર કરતાં વેપારીઓ ધોકડવા ગામે પરિવાર સાથે રહે છે.ધોકડવા

 ગામે બે તલાટી કમ મંત્રીની જગ્યા છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી બંને તલાટીની જગ્યા ખાલી છે અને માત્ર ચાર્જના તલાટી છે અને ચાર્જના તલાટી પણ છેલ્લા બે વર્ષથી એવરેજ અઠવાડીયામાં એક દિવસ માત્ર 2 થી 3 કલાક આવે છે.

જેના કારણે ગામ લોકોના કાયમી જીવન જરૂરીયાતના કામો જેવા કે જન્મ-મરણના દાખલા, આવક-જાતિના દાખલા, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ગા.ન.નં.2 માં વારસાઈ નોંધો, ગ્રામ પંચાયતની વેરા વસુલાતો જેવા અનેક જીવન ઉપયોગી કામો થઈ શકતા નથી. જેના કારણે ગામ લોકોને વારંવાર ગ્રામ પંચાયત ઓફિસ અને તાલુકા પંચાયત ઓફિસના ધરમના ધકકા થાય છે. સમય અને પૈસાનો વ્યય થાય છે અને ગામમાં પંચાયતના સતાધીશો સાથે ગામ લોકોને વારંવાર ઘર્ષણ થાય છે. વિકાસના કામો પણ અટકી જાય છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પણ ગામ લોકોને પુરો લાભ મળતો નથી. જેવી અનેક ગણી ગણાય નહી તેવી સમસ્યાઓ છે. 

છેલ્લા બે વર્ષથી વિકાસના કામો માટે 15% વિવેકાધિન તાલુકા,5% પ્રોત્સાહક ગ્રાન્ટ, જીલ્લા કક્ષાના આયોજનના કામો, 10% જીલ્લા નાણાપંચ, 20% તાલુકા નાણાપંચ ગ્રાન્ટો, જીલ્લા વિકાસ અધિકારી ની અને કલેકટર દ્વારા આવતી ગ્રાન્ટો, ધારાસભ્ય, સંસદસભ્ય ગ્રાન્ટો માંથી નયો પૈસો ધોકડવા ગામે વસ્તીના પ્રમાણે કાયદેસર મળે તે ગ્રાન્ટો રાજકીય કીન્નાખોરી રાખી અમુક ચોકકસ રાજકીય લોકોના કહેવાથી ગ્રાન્ટો આપવામાં આવેલ નથી.મનરેગા યોજનામાંથી છેલ્લા બે વર્ષમાં આંગણવાડી, પંચાયત ઘર, રમત-ગમતના મેદાન, ગ્રામ્ય હાટ બજાર માટે અસંખ્યવાર ગ્રામ પંચાયતે ઠરાવ અને લેખિત તાલુકા અને જીલ્લામાં રજુઆત કરવા છતાં પાયાની સુવિધા માટેના રોજગારલક્ષી કામો પણ આપવામાં આવતા નથી. જેના કારણે ગામ લોકોને રોજગારીની તકો પણ મળતી નથી.

ગ્રામ પંચાયતના સતાધીશો દ્વારા  આદર્શ ગામ બનાવવાના કામમાં રોડા નાંખવા નાખી  માત્રને માત્ર રાજકીય ઈશારે  કીન્નાખોરી રાખી ને પ્રજાને બાનમાં રાખવાં ની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ ગ્રામપંચાયત નાં સરપંચ પ્રતિનિધી એભલભાઈ બાંભણીયા એ કર્યો છે.

વહીવટી તંત્ર છેલ્લા બે વર્ષથી ધોકડવા ગામ લોકો સાથે લોકશાહીની હત્યા કરતા હોય તેમ રાજકિય ઇશારે  કાર્ય કરી ને ધોકડવા ગ્રામજનો સાથે લોકશાહી દેશ માં હોવા છતાં ગુલામીમાં રાખતાં હોવાનાં આક્ષેપ આવેદનપત્ર માં કરાયાં છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj