વાંકાનેર તા.24
મતદાન જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયા અંગે લોકોને જાગૃત કરવાના ભાગરૂપે વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં મામલતદાર કચેરી દ્વારા વાંકાનેરની કે.કે. શાહ વિદ્યાલયમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ નિદર્શન કાર્યક્રમ અંતર્ગત મોક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જયાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર યાદી તૈયાર કરવી, મતદાન મથક તૈયાર કરવું, મતદાન અધિકારીઓને તાલીમ આપવી તેમજ મતદાનની સમગ્ર પ્રક્રિયા સહિતની કામગીરી કરવામાં આવી હતી.
બાળકોમાં વિદ્યાર્થી જીવન દરમિયાન જ ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતતા આવે અને આ બાળકો સહિત તેમના પરિવારજનો પણ મતદાન અને ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃત બને તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 122 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
લોકસભાની ચૂંટણી-2024 અંતર્ગત મોરબી જિલ્લામાં લોકોને મતદાન માટે જાગૃત કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયા અંગે વાકેફ કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં વાંકાનેર મામલતદાર યુ.વી. કાનાણીના નેતૃત્વમાં વાંકાનેર ખાતે આવેલ કે.કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ 9 અને 11ના 12ના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આ ચૂંટણી પ્રક્રિયાનું નિદર્શન યોજવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy