વેરાવળ મતદાનના દિવસે વોટિંગ માટે પ્રેરવા શોપિંગ સેન્ટર, મોલ, રેસ્ટોરન્ટમાં અનેક ઓફરો

Local | Veraval | 24 April, 2024 | 10:51 AM
સાંજ સમાચાર

વેરાવળ ,તા.24 જિલ્લાના નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત થાય જે અંતર્ગત મતદાર જાગૃતિ અને ઑફર્સ કેમ્પેઇન લઈને મતદાર જાગૃતિ અભિયાન સ્વરૂપમાં હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર મહત્તમ મતદાન થાય તે માટે કોઈ કસર છોડી રહ્યું નથી. બહોળી સંખ્યામાં મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ પર્વની અવસરના રૂપમાં ઉજવણી કરે તે માટે વહીવટીતંત્ર દ્વારા આજ રોજ જિલ્લામાં અલગ અલગ શોપિંગ મોલ, સ્વીટ માર્ટ, ગ્રોસરી શોપ, કેફે પર જઈને આગામી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ખરીદી કરવા આવતા ગ્રાહકો અને નાગરિકોને મતદાનના મહત્વ જાણકારી આપવામાં આવી હતી તેમજ ’હું અવશ્ય મતદાન કરીશ’નો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. જિલ્લાનાં નાગરિકો મહત્તમ મતદાન કરે તેવા શુભ હેતુથી શોપિંગ મોલ, સ્વીટ માર્ટ, ગ્રોસરી શોપ, કેફે વગેરેમાં ખાસ ઓફર નિયત કરવામાં આવશે. મતદાન દિવસે જે લોકો મતદાન કર્યાનું નિશાન બતાવશે તેમને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી પર ખાસ ઓફરનો લાભ આપવામાં આવશે. તદુપરાંત, જિલ્લાની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટમાં આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે તા.7મેના મતદાનના દિવસે મતદાન કર્યાની નિશાની દર્શાવે તેમને બિલમાં સ્પેશિયલ ઓફર નિયત કરવામાં આવશે. આ સાથે જિલ્લામાં પણ વિવિધ સ્થળો ખરીદી પર જૂદી જૂદી ઓફરનો લાભ આપવામાં આવશે. (તસ્વીર મીલન ઠકરાર વેરાવળ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj