વેરાવળ, તા. 20
જૂનાગઢ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે ખર્ચ નિરીક્ષક તરીકે નિમાયેલા ભારતીય રેવન્યૂ સેવાના રજત દત્તાએ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. ખર્ચ નિરીક્ષકની ઉપસ્થિતિમાં આજે કલેક્ટર કચેરી, ઈણાજ ખાતેના વીડિયો કોન્ફરન્સ રૂમ ખાતે યોજાયેલ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને ચૂંટણી સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાના અમલ અંગે જિલ્લામાં કરવામાં આવેલી વિવિધ કામગીરીઓ જેવી કે, એફએસટી, એસએસટી, એમસીસી, એમસીએમસી, સી-વિજીલ, કર્મચારીઓની તાલીમ વગેરે અંગેની પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી ખર્ચ નિરીક્ષકને માહિતી આપી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબહેન બારૈયા, આદર્શ આચારસંહિતાના નોડલ ઓફિસર દર્શના ભગલાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy