મોડી રાતે વૃધ્ધાના ઘરમાં ઘુસી વિકકી જાડેજાએ છરી બતાવી પુત્રને મારી નાખવાની ધમકી આપી

Crime | Rajkot | 26 April, 2024 | 04:04 PM
પીડીએમ કોલેજ પાછળ શિવનગરનો બનાવ: માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી
સાંજ સમાચાર

રાજકોટ તા.26
 પીડીએમ કોલેજ પાછળ શિવનગરમાં મોડી રાતે વૃધ્ધાના ઘરમાં ઘુસી વિકકી જાડેજા નામના શખ્સે છરી બતાવી પુત્રને મારી નાખવાની ધમકી આપતા માલવીયાનગર પોલીસ મથકે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી હતી.

 બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ પીડીએમ કોલેજની પાછળ શિવનગર શેરી નં.2માં રહેતા મોહનબા ભરતસિંહ જાડેજા (ઉ.70)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિકકી જાડેજા (રહે. સ્વાસ્થ્ય સોસાયટી)નું નામ આપી જણાવ્યું હતું કે તેઓ નિવૃત જીવન ગાળે છે અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે.

 ગઈ રાત્રીના એક વાગ્યાની આસપાસ તેઓ તેમના ઘરે દિવાબતી કરતા હતા ત્યારે એક શખ્સ તેણીના ઘરનો ડેલો ખોલીને અંદર આવી જણાવેલ કે મનો ઓળખો છો? હું વિકકી જાડેજા સવાર સુધીમાં તારા દિકરાને શોધી લઈશ. અને તને ઝડશે નહીં તેમ કહી તેના હાથમાં રહેલ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 તેઓએ આરોપીને જતા રહેવાનું કહેતા તે નાસી છુટયો હતો જે નશાની હાલતમાં હોય તેવું જણાયું હતું. બાદમાં તેઓના પુત્ર વિજયસિંહ ઘરે આવતા પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપી વિકકી જાડેજાની શોધખોળ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj