વિરપુર પોસ્ટ માસ્તર વિશાલ ગોંડલીયાએ ખાતા ધારકોના એકાઉન્ટમાંથી રૂ.12 લાખની ઉચાપત કરી

Crime | Rajkot | 23 April, 2024 | 11:54 AM
વિરપુર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
સાંજ સમાચાર

રાજકોટ. તા.23
વિરપુર પોસ્ટ માસ્તર વિશાલ ગોંડલીયાએ વિરપુરના ગ્રામજનોના ખોટા એકાઉન્ટ બનાવી ડુપ્લીકેટ પાસબુકમાં એન્ટ્રી કરી રૂપિયા પોસ્ટ ઓફિસમ જમા કરાવ્યા વગર રૂ.12 લાખની ઉચાપત કરી છેતરપીંડી આચર્યાની વિરપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે ગોંડલમાં ટેલિફોન એક્સચેન્જની બાજુમાં રહેતાં નિલય મહેશકુમાર પરમાર (ઉ.વ.35) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના વિશાલ વિજય ગોંડલીયાનું નામ આપતાં વિરપુર પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ પોસ્ટલ ડીવીઝનમાં સબ ડીવીઝનલ ઇન્સપેકટર સાઉથ સબ ડીવીઝન તરીકે છેલ્લા સવા વર્ષથી ફરજ બજાવે છે. તેમની ઓફીસમાં ઇન્ચાર્જ સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા વિશાલ  ગોંડલીયાએ પોતાની ફરજના સમય દરમ્યાન તેમણે સબ પોસ્ટ માસ્તરના હોદાની રૂએ જાહેર જનતા પાસેથી કે અન્ય કોઇ રીતે ફરજ બજાવવાના સંદર્ભમા ખાતુ ખોલવા મળેલ રકમ સરકારી ખાતે જમા કર્યા વગર તેમજ ખાતુ ખોલ્યા વગર ખાતા ધારકોને બનાવટી પાસબૂક આપી મળેલ રકમની ઉચાપત કરેલ તેમજ પોસ્ટ ઓફીસના ખાતાધારકોના સેવિંગ ખાતામાંથી ખાતા ધારકની જાણ બહાર પૈસા ઉપાડી લીધેલ હતાં. 

* ખાતા ધારકોની યાદી
 હંસાબેન બાબુભાઇ સોલંકી (રહે. વિરપુર) ના પોસ્ટ ઓફીસના બચત ખાતામાં કાયમી ઉચાપત રૂ.4.12 લાખ ખાતેદારની જાણ બહાર ઇન્ટરનેટ બેન્કીંગની સુવીધા ચાલુ કરી તેનો ઉપયોગ કરી ખાતેદાર ના બચત ખાતામાંથી કુલ રૂ. 4.12 લાખની ઉચાપત કરેલ છે.

જયશ્રીબેન એલ. પઢીયાર તથા શુશીલાબા ખુમાણસિંહ જાડેજા (રહે.બંન્ને વિરપુર) તરફથી ખાતુ ખોલવા મળેલ રૂ.2 લાખ પોસ્ટ ઓફીસમાં ખાતુ ખોલ્યા વિના તેઓને રૂ.2 લાખની કોમ્યુટરાઇઝ એન્ટ્રી તેમજ પોસ્ટમાસ્તર વિરપુર ના હોદાના સહી સીકકા વાળી બનાવટી પાસબુક આપેલ અને મળેલ પોસ્ટ ઓફીસના હીસાબમાં જમા ન કરીને કાયમી ઉચાપત કરેલ છે.

દયાબેન રાજેશભાઇ વઘાસીયા (રહે. વિરપુર) નું ખાતુ ખોલવા તેમના પોસ્ટ ઓફીસ બચત ખાતામાંથી રૂ.78 હજારનું ઉપાડ ફોર્મ આપેલ જેના અનુસંધાને પોસ્ટઓફીસમાં ખાતુ ખોલ્યા વગર તેમને રૂ. 78 હજારની કોમ્યુટરાઇઝ એન્ટ્રી વાળી ખાતાની બનાવટી પાસબુક આપેલ અને મળેલ રકમ  પોસ્ટ ઓફીસના હીસાબમાં પણ જમા ન કરીને કાયમી ઉચાપત કરેલ છે.

વિજયાબેન દીપકભાઇ જાદવ (રહે. વિરપુર) ના તરફથી  ખાતુ ખોલવા મળેલ રૂ. 1.50 લાખ તેમના બચત ખાતાના ઉપાડ ફોર્મ પોસ્ટ ઓફીસમાં ખાતુ ખોલ્યા વીના રૂ. 1.50 લાખની કોમ્યુટરાઇઝ એન્ટ્રી વાળી બનાવટી પાસબુક આપેલ અને મળેલ રકમ રુ. 1.50 લાખ પોસ્ટ ઓફીસના હીસાબમાં પણ જમા ન કરીને કાયમી ઉચાપત કરેલ છે.

વિશાલભાઇ ઉકાભાઇ સરવૈયા તેમજ વીલાશ વિશાલભાઇ સરવૈયા (રહે. વિરપુર)એ  કીશાન વિકાસ પત્ર ખાતુ ખોલવા તેમના પોસ્ટ ઓફીસ બચત ખાતામાં રૂ. 3.50 લાખનું ઉપાડ ફોર્મ આપેલ જે પણ ખાતુ ખોલ્યા વગર તેમને રૂ.3.50 લાખની ખાતાની કોમ્યુટરાઇઝ એન્ટ્રી તેમજ પોસ્ટમાસ્તર વિરપુરના હોદાના સહી સીકકા વાળી બનાવટી પાસબુક આપેલ અને મળેલ રકમ પોસ્ટ ઓફીસ ના હીસાબમાં પણ જમા ન કરીને કાયમી ઉચાપત કરેલ છે.

ઉપરાંત કાન્તાબેન જેરામભાઇ વઘાસીયા (રહે. વીરપુર) ના રૂ.75 હજાર પણ હિસાબમાં જમા ન કરી બનાવટી પાસબુક આપેલ અને મળેલ રકમ  પોસ્ટ ઓફીસના હીસાબમાં પણ જમા ના કરી ને કાયમી ઉચાપત હતી. જે વિશાલ ગોંડલીયાએ છેતરપીડી કરેલ હોય જે પોસ્ટ ડીપાર્ટમેન્ટમાં ખાતાકીય તપાસ કરતા સાબીત થયેલ હોય છે.

આરોપી વિશાલ ગોંડલીયાએ તા. 27/05/2022 થી તા. 17/08/2023 ના સમયગાળા દરમ્યાન ઇન્ચા ર્જ સબ પોસ્ટ માસ્તર વિરપુર સબ પોસ્ટ ઓફીસ તરીકે ફરજ બજાવેલ ત્યારે ખાતુ ખોલવા મળેલ રકમ પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલ્યા વગર  પોસ્ટ ઓફીસના હીસાબમાં જમા ન કરીને તેમને બનાવટી પાસબુક આપેલ તેમજ ખાતા ધારકના ખાતામાંથી તેમની જાણ બહાર નાણાની ઉપાડ કરી કુલ રૂ.12.65 લાખની ઉચાપત કરેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી વિરપુર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj