દ્વારકા ખાતે મતદાન જાગૃતિ વોકેથોન યોજાઇ: મતદાન માટે જાગૃત કરાયા

Local | Jamnagar | 27 April, 2024 | 10:49 AM
સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 27 7 મી મે એ રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે શુક્રવારે દ્વારકા ખાતે પ્રાંત અધિકારી એચ.એ. ભગોરાની રાહબરી હેઠળ સ્વીપ પ્રવૃતિ અંતર્ગત વોકેથોન (રેલી) યોજાઇ હતી. જેમાં નગરજનોને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરણા આપી હતી. રેલીમાં સૌએ અચૂક મતદાન, સો ટકા મતદાન, ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ, પહેલા મતદાન, પછી અન્ય કામ, વધુમાં વધુ મતદાન કરીએ, લોકશાહીનું જતન કરીએ જેવા સૂત્રોના નાદથી સૌને મતદાન માટે જાગૃત થવાની આમ નાગરિકોને પ્રેરણા આપી હતી. મતદાન જાગૃતિ રેલીમાં દ્વારકા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ઝઙઊઘ, બી.આર.સી. કો - ઓર્ડિનેટર, કેળવણી નિરીક્ષક દ્વારકા, સી.આર.સી. કો ઓર્ડીનેટર, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષક ગણ, આંગણવાડી કાર્યકરો, યોગબોર્ડના સભ્યો, વિવિધ કર્મચારીઓએ ભાગ લીધો હતો. (તસ્વીર : કુંજન રાડીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj