જુનાગઢ, તા.20
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્રએ રચનાત્મક અભિગમ સાથે દરેક નાગરિક તા.7મી મે એ અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે આગવી રીતે મતદાતાઓને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
માંગરોળમાં ગેસ એજન્સીઓ સાથે સહયોગ સાધી ગેસ સિલિન્ડર પર અચૂક મતદાન કરવાના સંદેશ આપતા સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે. જાણે ગેસ સિલિન્ડર કહી રહ્યા છે, તા.7-5-2024ના રોજ મંગળવારે હું ચોક્કસપણે મતદાન કરીશ જ આમ, અવસર લોકશાહીનો, અવસર મારા ભારતનો તેવા મતદાન માટે પ્રેરિત કરતા સ્ટીકર ગેસ સિલિન્ડર પર લગાવવામાં આવ્યા છે. આમ, ઘર-ઘર સુધી અચૂક મતદાનનો સંદેશ પહોંચી રહ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy