દ્વારકા જિલ્લામાં રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશો

Local | Jamnagar | 04 May, 2024 | 10:41 AM
સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા.4
આગામી લોકસભા ચૂંટણી અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની રાહબરી હેઠળ લોકશાહીના મહાપર્વમાં જનજનને ઉત્સાહપૂર્વક જોડવા માટે અનેકવિધ જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ અને મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે અમલી કાર્યક્રમ ‘સ્વીપ’ એટલે કે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત ખંભાળિયામાં કલેકટર કચેરી, ભાણવડમાં બી.આર.સી. ભવન અને તાલુકા પંચાયત કચેરી તેમજ કલ્યાણપુર તાલુકા સેવા સદન તથા ખંભાળિયા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી સહિતની કચેરીઓ ખાતે નાગરિકોને Power of One Vote, Vote For Better India,  અવસર લોકશાહીનો, ‘છોડો અપને સારે કામ, પહલે ચલો કરે મતદાન’ ના સૂત્રોની રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે.
(તસ્વીર : કુંજન રાડીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj