ભાવનગરમાં લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લામાં સહ પરિવાર મતદાનનો સંદેશ આપી મતદાન જાગૃતિ

Local | Bhavnagar | 20 April, 2024 | 11:15 AM
સાંજ સમાચાર

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.20 આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદારોની સહ ભાગીદારી વધે તથા ભારતનાં ચૂંટણીપંચનું સૂત્ર "NO VOTERS TO BE LEFT BEHIND'' ચરિતાર્થ થાય તે હેતુસર ભાવનગર જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ગત વિધાનસભા ચૂંટણીના પરિણામોનું પૃથક્કરણ કરતા એ પણ જણાયેલ છે કે ગુજરાતનાં મોટાભાગના મતદાન મથકોમાં પુરુષ મતદારો કરતા મહિલા મતદારોનું પ્રમાણ ઘણું ઓછું છે. જેના અનુસંધાને લોકસભા ચુંટણીમાં "સહ પરિવાર મતદાન" નો સંદેશ આપીને મહિલા મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં હિસ્સેદારી વધારવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. મતદાનએ ભારતના દરેક નાગરિકનો હક તથા ફરજ હોવા સાથે સ્વૈચ્છિક છે. આવા સંજોગોમાં દેશની લોકશાહીને જીવંત અને મજબુત બનાવવા માટે મહિલાઓમાં મતદાન જાગૃતિ આવે તે ખુબ જ જરૂરી છે. મહિલાઓના એક એક મતની કિંમત અમુલ્ય છે. જેના અનુસંધાને આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમા મહિલા મતદારો દ્વારા મતદાનનું પ્રમાણ વધે તે માટે આંગણવાડી વર્કરોનો, તેંડાગર બહેનો, આરોગ્ય વિભાગના આશાવર્કરો/FSW તેમજ પંચાયતના મહિલા સભ્યો અને સ્થાનિક મહિલાઓ તેમજ તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામ સેવક તથા સ્થાનિક કક્ષાએ વિવિધ સંવર્ગનાં કર્મચારીઓ સાથે મળી વિવિધ વિસ્તારોમાં મતદાન પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધે. મતદાન કરવા માટે વધુમાં વધુ મહિલાઓ જોડાય તે માટે સ્થાનીક કક્ષાએ દરેક બુથના ઇકઘ કક્ષાએ મીટીંગનું આયોજન કરશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj