સુરેન્દ્રનગરમાં જુદી જુદી સોસાયટીઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા

Local | Surendaranagar | 27 April, 2024 | 12:51 PM
મહિલા મંડળોના પ્રતિનિધિઓ સાથે યોજાઈ ‘મતદાન જાગૃતિ ખાટલા પરિષદ’, શાળાના વિદ્યાર્થીઓની રેલી
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 27
લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.સી.સંપટનાં નેતૃત્વ હેઠળ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો ખાતે શહેરી વિસ્તારમાં મુલાકાત કરી જુદીજુદી સોસાયટીઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ થકી મતદારોને ‘જાગૃત મતદાર’ બનાવવામાં આવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં નાગરિકોને ચૂંટણીલક્ષી માહિતી આપવાની સાથે મતદાન માટે આમંત્રણ પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત સર્વેને અવશ્ય મતદાન કરવા માટે મતદાન પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.

જેમાં 60- દસાડા(અ.જા)  વિધાનસભામાં સમાવિષ્ટ પાટડી તાલુકામાં શહેર વિસ્તારની પ્રમુખ દર્શન સોસાયટી, નિલકંઠ સોસાયટી, ઓમ રેસિડેન્સી સહિતની સોસાયટીઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મતદારોને લોકશાહીમાં મતદાનની મહત્તા સમજાવી સપરિવાર જરૂરથી મતદાન કરવા સમજાવવામાં આવ્યા હતા.

61-લીંબડી વિધાનસભામાં સમાવિષ્ટ સાયલા અને ચુડા તાલુકામાં શહેરી વિસ્તારની જુદી જુદી સોસાયટીમાં તથા લીંબડી વિધાનસભા મત વિસ્તારના જુદા જુદા બુથ ખાતે મતદારોની મુલાકાત લઈ, મતદાન પ્રક્રિયા વિશે બુથ લેવલ ઓફિસર અને સુપરવાઇઝર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરેક મતદાર પોતાના મત અધિકારનો ઉપયોગ અવશ્ય કરે તે માટે મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj