રાજકોટ, તા. 7
લોકસભા ચૂંટણી સાથે રાજયમાં વિધાનસભાની પાંચ બેઠકોની યોજાઇ રહેલી પેટા ચૂંટણીમાં પણ લોકસભાની પેટર્ન પર જ મતદાન થઇ રહ્યું છે અને તેથી જે તે સંસદીય બેઠકના પરિણામો સાથે તેની સાથે જોડાયેલી વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામો પણ રસપ્રદ હશે તેવું માનવામાં આવે છે. પોરબંદર મત વિસ્તારમાં એક સાથે બે વિધાનસભા પેટા ચૂંટણીઓ છે.
જેમાં પોરબંદર અને માણાવદર બંનેનો સમાવેશ થાય છે અને ઓછું મતદાન એ ભાજપ માટે ચિંતા બન્યું છે. તો આણંદ લોકસભા બેઠક હેઠળ આવતી ખંભાતમાં ઉંચા મતદાનના કારણે પેટા ચૂંટણીના પરિણામોમાં અપસેટ સર્જાઇ શકે છે. રાજયમાં વિજાપુર, વાઘોડીયામાં પણ પેટા ચૂંટણીનું મતદાન છે અને તેના કારણે રસપ્રદ રીતે સ્થિતિ જોવા મળી રહી છે.
ખાસ કરીને કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં આવેલા પાંચ પૂર્વ ધારાસભ્યોના ભાવી આ પેટા ચૂંટણી નિશ્ર્ચિત થશે અને સુત્રોના જણાવ્યા મુજબ એક કે બે બેઠકોમાં અપસેટ સર્જાઇ શકે છે જોકે ભાજપે તમામ પાંચ બેઠકો જીતવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો છે પરંતુ સ્થાનિક ફેકટરો પણ અસર કરી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy