રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને મુખ્ય પક્ષોના ઉમેદવારોમાં આજે અમરેલી ખાતે મતદાન કર્યું હતું. રાજકોટની બેઠક લડતા ભાજપનાં ઉમેદવાર પરસોતમ રૂપાલા તથા કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણી બન્ને અમરેલીના છે.
મતદાન યાદીમાં નામ અમરેલીથી છે. બન્નેએ વતન જઈને મતદાન કર્યું હતું અને પછી રાજકોટ આવી ગયા હતા. તેઓએ સપરિવાર મતદાન મથકે જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પરસોતમ રૂપાલા પ્રથમ ઈશ્ર્વરીયામાં મહાદેવના દર્શને ગયા બાદ મત આપવા પહોંચ્યા હતા. પરેશ ધાનાણી સહપરિવાર મતદાન મથકે પહોંચ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy