રાજકોટ, તા. 27
રાજકોટ સહિત રાજયભરમાં લોકસભાની 26 (એક બીનહરીફ) અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીની તૈયારીઓ હવે આખરી તબકકામાં પહોંચી જવા પામી છે. જેમાં રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ગઇકાલથી ચૂંટણી સ્ટાફને તાલીમ આપી સુસજજ કરવામાં આવી રહ્યા છે. તેની સાથોસાથ સરકારી કર્મચારીઓના મતદાનનો પણ પ્રારંભ થવા પામેલ છે.
વિધાનસભા વિસ્તારવાઇઝ ચૂંટણી સ્ટાફને અંતિમ તાલીમ આપવાનું શરૂ કરાયું છે. તેની સાથોસાથ બેંગ્લોરની બેલ કંપનીના 14 જેટલા ઇજનેરોની ટીમે પણ આજથી રાજકોટમાં પડાવ નાખી ઇવીએમ કમીશનીંગની કામગીરી શરૂ કરી દીધી છે. ડિસ્પેચીંગ રીસીવીંગ સેન્ટરોમાં ઇવીએમ મશીનો બેલેટ પેપર સેટ કરવામાં આવી રહ્યા છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ અને 8પ વર્ષ કે તેથી વધુ વયના બુર્ઝુગ મતદારો માટે અગાઉ હોમ વોટીંગ શરૂ કર્યા બાદ હવે 13 હજાર સરકારી કર્મચારીઓ માટે મતદાનનો પણ પ્રારંથ થવા પામેલ છે. જેમાં સરકારી પોલીટેનીક (આજી ડેમ પાસે) આજે બીજા દિવસે તાલીમની સાથે વધુ 40 જેટલા કર્મચારીઓએ મતદાન કર્યુ હતું. જયારે ગઇકાલે 46 જેટલા કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.
70 રાજકોટ દક્ષિણ વિસ્તારમાં ચૂંટણી કામગીરીમાં મુકાયેલા કર્મચારીઓ આગામી તા. 29 અને 30 પી.ડી.માલવીયા ખાતે મતદાન કરશે જયારે 69-રાજકોટ પશ્ર્ચિમના કર્મચારીઓ પણ તા.29 અને 30ના રોજ વિરાણી હાઇસ્કુલ ખાતે મતદાન કરશે તેની સાથોસાથ આ સ્થળે પોલીસ કર્મચારીઓ મતદાન કરશે આ ઉપરાંત પોલીસ અને અન્ય વિભાગોનું કર્મચારીઓ તા.ર9 અને 30ના રોજ સીટી પ્રાંત-1 જુની કલેકટર કચેરી ખાતે મતદાન કરશે.
13 હજાર જેટલા ચૂંટણી કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બેલેટ પેપરથી મતદાન કરશે. બેલેટથી આ મતદાનની પ્રક્રિયા તા.30 સુધી ચાલનાર છે. હાલ દિવ્યાંગો અને 8પ વર્ષથી વધુ વયના બુર્ઝુગ મતદારો માટે પણ પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં પ00થી વધુ મતદાતાઓ દ્વારા બેલેટથી મતદારો પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
► 2236 મતદાન મથકો પર BLO મતદાર યાદી સાથે અર્ધો દિવસ બેસશે
રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના તમામ 2236 મતદાન મથકો પર આવતીકાલે તા.ર8ના રવિવારે અર્ધો દિવસ બીએલઓ મતદાર યાદી સાથે બેસશે. અહીં એ ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીની મતદાન આગામી તા. 7ના રોજ થનાર છે.
ત્યારે મતદાન માટે મતદારોેને મતદાર યાદીમાં તેમનું નામ, ક્રમ શોધવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે બીએલઓને તેમના મતદાન મથકો પર અર્ધો દિવસ બેસવા માટે આદેશ કરાયો છે. જેથી આવતીકાલે રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના તમામ મતદાન મથકો પર બીએલઓ મતદાર યાદી સાથે અર્ધો દિવસ ફરજ બજાવશે.
► જનરલ ઓર્બ્ઝવર નવા મુકાયા
રાજકોટ લોકસભા બેઠકના જનરલ ઓર્બ્ઝવર નવા મુકવામાં આવેલ છે. અગાઉ સૌપ્રથમવાર જનરલ ઓર્બ્ઝવરથી નેહાગીરીની નિયુકિત કરવામાં આવી હતી. જે બાદ તેમના સ્થાને ભવાનીસિંહ દેથાને મુકવામાં આવેલ હતા. જે બાદ હવે ભવાનીસિંહના સ્થાને ઓર્બ્ઝવર તરીકે ડો.પૃથ્વીરાજને મુકવામાં આવેલ છે. તેઓ ર00રની બેચના આઇએએસ અધિકારી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy