પ્રથમ બે તબકકામાં ઘટેલા મતદાન બાદ ચુંટણી પંચથી રાજકીય પક્ષો વધુ સતર્ક

કાલે ગુજરાત સહિત 12 રાજયોની 92 લોકસભા બેઠક પર મતદાન

India, Gujarat, Politics, Lok Sabha Election 2024 | 06 May, 2024 | 10:33 AM
► 10 રાજયો, બે કેન્દ્રશાસીત પ્રદેશના મતદારો : 1300થી વધુ ઉમેદવારોના ભાવી નિશ્ચિત કરશે 18 કરોડથી વધુ મતદારો
સાંજ સમાચાર

► ગુજરાતમાં અમિત શાહ ઉપરાંત વિવાદોથી હોટ બનેલી રાજકોટમાં પરસોતમ રૂપાલા, ઉતરપ્રદેશમાં સપા ફેમીલીના ડિમ્પલ યાદવ, મધ્યપ્રદેશમાં બે પુર્વ મુખ્યમંત્રી દિગ્વીજયસિંઘ, શિવરાજ ચૌહાણ ઉપરાંત જયોતીરાદીત્ય સિંધીયા પ.બંગાળમાં અધિર રંજન ચૌધરી વિ. ગુજજુ ક્રિકેટર યુસુફ પઠાણ મેદાનમાં

નવી દિલ્હી: દેશમાં લોકશાહીના સૌથી મોટા ધર્મ સમાન સંસદીય ચુંટણીમાં કાલે ત્રીજા તબકકાના મતદાનમાં ગુજરાતની 25 સહિત 11 રાજયોની 92 બેઠકો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સહિત અનેક દિગ્ગજોના ભાવી નિશ્ચિત થશે. તા.19 એપ્રિલથી 1 જૂન વચ્ચે યોજાઈ રહેલી ચુંટણીમાં હવે 120 મહિલાઓ સહિત 1000 ઉમેદવારો મેદાનમાં છે અને પ્રથમ બે તબકકામાં યોજાયેલા મતદાનમાં જે રીતે આકરી ગરમી સહિતના ફેકટરના કારણે મતદાનની ટકાવારી ઘટી તેવી અસર આવતીકાલના મતદાનના તબકકામાં થઈ શકે છે.

આ ચુંટણીમાં ગુજરાત પર સૌનું ધ્યાન છે ત્યાં એક બેઠક પર ભાજપ બિહરીફ થયા બાદ 25 બેઠકો પર યોજાઈ રહેલા મતદાનમાં ભાજપ જીતની હેટ્રીક બનાવી શકશે તેના પર છેલ્લા કેટલાક સમયના એક બાદ એક વિવાદ અને તેના પગલે સર્જાયેલા આંદોલન પરથી પ્રશ્ન પૂછાઈ રહ્યો છે અને ભાજપે રાજયમાં તમામ 25 બેઠકો પર પાંચ દશકાથી વધુની લીડનો લક્ષ્યાંક રાખ્યો છે તેના પર પણ રાજકીય નિરીક્ષકોની નજીકની નજર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી શ્રી અમીત શાહના આ હોમગ્રાઉન્ડમાં ભાજપને એક પણ બેઠક ગુમાવવી પોસાય તેમ નથી.

જે દિગ્ગજો આ તબકકાના મતદાનમાં સ્પર્ધામાં છે તેમાં શ્રી અમીત શાહ ઉપરાંત મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ અને વધુ એક પુર્વ સી.એમ. દિગ્વીજયસિંઘ, કેન્દ્રીય મંત્રી જયોતીરાદીત્ય સિંધીયા, સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવના ધર્મપત્ની ડિમ્પલ યાદવ અને બારામતીમાં પવાર ફેમીલીની જ ટકકરમાં શરદ પવારના પુત્રી- સુપ્રિયા સુલે તથા તેમના ભત્રીજા અને રાજયના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પત્ની સુનેત્રા પવાર વચ્ચે છે તો ઉતરપ્રદેશમાં જે 10 બેઠકો પર કાલે મતદાન છે તેમાં ભાજપ-સપાની સીધી ટકકર અને માયાવતીના બહુજન સમાજ પક્ષના ઉમેદવારની હાજરીથી ચિત્ર રસપ્રદ છે.

આ 10 બેઠકોમાંથી 8 પર ભાજપે 2019માં વિજય મેળવ્યો હતો. કર્ણાટકમાં 14 બેઠકો પર મતદાન સાથે આ રાજયમાં ચુંટણી પ્રક્રિયા પુરી થશે અને આ રાજયમાં દેવેગૌડા ફેમીલીના સેકસ રેપ પ્રકરણની અસર જોવા મળશે. પ.બંગાળમાં 4 બેઠકો પર ચુંટણી યોજાઈ રહી છે તેમાં બહેરામપુરામાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી, પુર્વ ક્રિકેટર અને મૂળ ગુજરાત યુસુફ પઠાણ સામે છે જે તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર બનીને અહી ચુંટણી લડી રહ્યા છે.

કાલના મતદાનમાં આસામ-4, બિહાર-5, છતીસગઢ-7, ગોવા-2, ગુજરાત-25, કર્ણાટક-14, મધ્યપ્રદેશ-8, મહારાષ્ટ્ર-11, ઉતરપ્રદેશ-10, પ.બંગાળ-4, જમ્મુ-કાશ્મીર-1, દાદરાનગર હવેલી-દિવ-દમણ-2 બેઠકોનો સમાવેશ થાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj