વઢવાણ: આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મંગળ દિવસ નિમિતે યોજાઈ મહોલ્લા મિટિંગ

Local | Surendaranagar | 17 April, 2024 | 01:15 PM
બહેનોને ચુનાવ પત્રિકા અને સંકલ્પ પત્રનું વિતરણ કરી મતદાન માટે આમંત્રણ અપાયું
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.17
લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી કે.સી.સંપટના વડપણ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહિલા મતદારોમાં જાગૃતતા લાવવા સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાર સાક્ષરતા માટે ‘સ્વીપ’ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (ટીઆઈપી) અંતર્ગત ઠેર ઠેર મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

જેે અન્વયે 61 - લીંબડી વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ નાગડકા, સખપર અને ખીંટલા ગામનાં આંગણવાડી કેન્દ્ર ખાતે ઉજવાતા મંગળ દિવસ નિમિત્તે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મહોલ્લા મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં બહેનોને ચુનાવ  પત્રિકા અને સંકલ્પ પત્રનું વિતરણ કરી મતદાન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેમજ મહિલાઓને મતદાનનું મહત્ત્વ સમજાવી સહ પરિવાર અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. 

62-વઢવાણ વિધાનસભામાં 50% કરતા ઓછું મતદાન હોય અને પુરુષ-મહિલા દ્વારા થયેલા મતદાનમાં 10 % કરતા વધુ તફાવત હોય તેવા વિસ્તારોમાં મહત્તમ મતદાન થાય તે માટે આંગણવાડી કાર્યકર બહેનોની મિટિંગ યોજવામાં આવી હતી. આજે મહિલાઓ દરેક ક્ષેત્રે પુરુષ સમકક્ષ છે ત્યારે મતદાન કરવાથી બાકાત ન રહે તે માટે આંગણવાડી કાર્યકર બહેનોના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ‘ચુનાવ પાઠશાળા કાર્યક્રમ’ અંતર્ગત મહિલાઓ સહ પરિવાર મહત્તમ મતદાન કરે તે માટે મતદાનની મહત્તા સમજાવી મતદાન કરવા માટે ખાસ આમંત્રણ પાઠવતી ‘આમંત્રણ પત્રિકા’, સંકલ્પ પત્રનું વિતરણ કરી મહીલાઓને પ્રોત્સાહીત કરવા સૂચવવામાં આવ્યું હતું. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj