માનવતા મહેકી ઉઠી

વઢવાણ: રાજુ મેઢાનું ડોકયુમેન્ટ અને રોકડ રકમનું ગુમ થયેલ પાકીટ પરત મળ્યું

Local | Surendaranagar | 07 May, 2024 | 02:40 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.7
સુરેન્દ્રનગર શહેરના વાડીલાલ ચોકમાં ગેસ સર્વિસનું કેબિન ચલાવતા લલીતભાઈ કંસારા ને સીજે રોડ પાસેથી ડોક્યુમેન્ટ તેમજ રોકડ રકમ ભરેલું પાકીટ મળી આવ્યું હતું જે તેમને પોતાની પ્રમાણિકતા દાખવી અને મહેશભાઈ અડાલજા ને સાથે રાખી અને પાકીટમાં રહેલી વસ્તુનું તપાસ કરવામાં આવતા તેમાં મોટી રકમ અને ડોક્યુમેન્ટ જોવા મળ્યા હતા.

ત્યારબાદ આ ડોક્યુમેન્ટ ની તપાસ કરવામાં આવતા આ ડોક્યુમેન્ટ ન્યુ માર્કેટમાં અજય મશીનરી નામની પેઢી ધરાવતા રાજુભાઈ અમરતલાલ મેઢા નું ડોક્યુમેન્ટ અને રોકડ રકમ નું પાકીટ પડી ગયા નું સામે આવ્યું ત્યારે પ્રમાણિક અને ઈમાનદાર અને નિકાલસ મનના લલીતભાઈ કંસારા દ્વારા આમાં રહેલી રકમ કે કીમતી ડોક્યુમેન્ટ જે વ્યક્તિના હોય તે વ્યક્તિને અર્પણ કરી દેવા તેવી તેમના મનમાં ઈચ્છા ઉદભવી અને પોતે પ્રમાણિકતાથી રાજુભાઈ અમૃતલાલ મેઢાને પોતાનું પાકીટ પડી ગયું હોવાની પણ જાણકારી ન હોવા છતાં તેમને પોતાના ઘરે જઈ અને રાત્રિના તેમનો ફોન નંબર મેળવી અને તેમને જાણકારી આપી અને તેમને મોટી રકમ ભરેલા અને ડોક્યુમેન્ટ સાથે તેમનું પાકીટ પરત કરવામાં આવ્યું હતું ત્યારે માનવતાની અને ઈમાનદારીની સામે આવી હતી.

ત્યારે રાજુભાઈ અમૃતલાલ મેઢાએ પોતાના કીમતી ડોક્યુમેન્ટ અને રોકડ રકમ પરત મળતા તેમને પણ લલીતભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાને પણ પોતાનું પાકીટ પડી ગયું હોવાની જાણકારી ન હોવા છતાં પણ લલીતભાઈએ માનવતા દાખવી અને ન્યુ માર્કેટમાં પેઢી ધરાવતા અજય મશીનરી ના માલિક રાજુભાઈ અમૃતલાલ મેઢાને જાણકારી આપી અને તેમનું પાકીટ પરત કર્યું હતું ત્યારે સુરન્દ્રનગર શહેરમાં લલીતભાઈ કંસારા દ્વારા પ્રમાણિકતાનું ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું અને વાડીલાલ ચોકના લોકોએ પણ તેમની કામગીરીને બિરદાવી હતી અને પ્રમાણિકતા અને પ્રમાણિક હોવાનું એક ઉદાહરણ પણ લલીતભાઈ કંસારા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે લલીતભાઈએ જણાવ્યું કે જે કાંઈ હોય એ આપણી મહેનત કે કિસ્મત નું થોડું હત જેનું હતું તેને મેં પરત કર્યું અને એ મારી માનવતાનું મોટામાં મોટું ઉદાહરણ છે 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj