હૈદરાબાદ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે આઈપીએલમાં સતત છ પરાજયનો સિલસિલો તોડવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ટીમ પાસે હજુ પણ ઘણો જુસ્સો છે. પોઈન્ટ ટેબલમાં તળિયે રહેલા બેંગલુરુએ ઘરઆંગણે સનરાઈઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવ્યું હતું.
બેંગલુરૂની નવ મેચોમાં આ બીજી જીત છે. ડુ પ્લેસિસે કહ્યું કે, અમે છેલ્લી બે મેચમાં ઘણી મહેનત કરી છે. અમને અમારા પ્રદર્શન પર ગર્વ છે અને ટીમમાં હજુ જુસ્સો ભરાયેલો છે.
બેંગલુરૂની ટીમ હજુ સુધી પ્લેઓફની રેસમાંથી બહાર નથી થઈ પરંતુ તેણે બાકીની તમામ મેચો જીતવી પડશે. અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy