ટીમ ઇન્ડિયાએ જયારે જયારે વર્લ્ડ કપ જીત્યો છે ત્યારે મુંબઇમાં એક ઘટના કોમન બની છે

India, Sports | 05 July, 2024 | 10:50 AM
સાંજ સમાચાર

મુંબઇ, તા.5
ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન તરીકે ભારત પરત ફરી છે. દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ પહોંચી ગઈ છે. ટીમ મુંબઈમાં ખુલ્લી બસમાં વિજય પરેડ યોજાઇ. ટીમ ઈન્ડિયા ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે.

1983માં પહેલીવાર ODI  વર્લ્ડ કપ જીત્યો, 2007માં પહેલીવાર T20 વર્લ્ડ કપ જીત્યો અને 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો. આ પછી ટીમ ઈન્ડિયા વર્ષ 2024માં ફરી વર્લ્ડ ચેમ્પિયન બની છે. પરંતુ 1983, 2007 અને 2024ની જીતમાં એક વસ્તુ સમાન છે.

જ્યારે ટીમ ઈન્ડિયા 1983, 2007 અને 2024માં વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે મુંબઈમાં એક વાત સમાન જ રહી હતી. આ ટીમ ત્રણેય પ્રસંગોએ મુંબઈ ગઈ હતી અને તે દિવસે મુંબઈમાં વરસાદ પડ્યો હતો. ટીમ ઈન્ડિયા 1983માં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે ત્યાંથી સીધી મુંબઈ આવી. તે દિવસે પણ મુંબઈમાં વરસાદ પડ્યો હતો.

આ પછી, વર્ષ 2007માં, જ્યારે ભારત દક્ષિણ આફ્રિકામાં T20 વર્લ્ડ કપ જીતીને પરત ફરી, ત્યારે ટીમ ઇન્ડિયાએ ખુલ્લી બસમાં વાનખેડે સ્ટેડિયમની મુસાફરી કરી. તે દિવસે પણ મુંબઈમાં વરસાદ પડ્યો હતો.

2024માં, જ્યારે ભારતે ફરી T20 વર્લ્ડ કપ જીત્યો છે અને ટીમ ઈન્ડિયા ફરીથી ખુલ્લી બસમાં વિજય પરેડ માટે નીકળી, ત્યારે આ દિવસે પણ મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. 1983ની વિશ્વ વિજેતા ટીમના સભ્ય મદન લાલે ન્યૂઝ ચેનલ આજતક પર વાત કરતા આ અદ્ભુત સંયોગની વાત કહી.

રોહિત શર્માનું ખાસ કનેક્શન
વર્ષ 2007માં જ્યારે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો ત્યારે રોહિત શર્મા તે ટીમનો ભાગ હતો. તે સમયે રોહિત શર્માએ ટીમના સેલિબ્રેશનમાં ભાગ લીધો અને ખુલ્લી બસમાં આખું મુંબઈ રસ્તા પર જોયું. આ વખતે ફરી રોહિત એ દૃશ્યનો આનંદ માણ્યો પરંતુ આ વખતે તેને ટીમના કેપ્ટન તરીકે આ ઉજવણીનો આનંદ માણ્યો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj