અમરેલી જિલ્લામાં લોકસભાની બેઠકમાં વિજેતા કોણ?: સસ્પેન્સ

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Amreli | 09 May, 2024 | 10:52 AM
છેલ્લા 35 વર્ષમાં એક વખત જ કોંગ્રેસને નજીવી સરસાઇથી જીત મળી હતી
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)

અમરેલી, તા.9

અમરેલી લોકસભા બેઠકનું મતદાન ગઈકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયા બાદ સમગ્ર વિસ્તારનાં રાજકીય કાર્યકરો અને મતદારોમાં કયા પક્ષનાં ઉમેદવાર વિજેતા બનશે તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે અને બીજી તરફ બંને ઉમેદવારોના પક્ષનાં દિગ્ગજ આગેવાનો તેમનાં ઉમેદવાર જ વિજેતા થશે તેવો દાવો કરી રહૃાા છે.

અમરેલી લોકસભાની ચૂંટણીનો ઈતિહાસ જોઈએ તો વર્ષ 1989, 1991, 1996, 1998, 1999માં કોંગ્રેસ પક્ષનો પરાજય થયો હતો તો વર્ષ ર004માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર માત્ર ર હજાર મતોથી વિજેતા થયા હતા અને પુન: ર009, ર014 અને ર019માં કોંગ્રેસ પક્ષનો પરાજય થયો હતો. એટલે કે છેલ્લા 3પ વર્ષમાં માત્ર એક જ વખત કોંગ્રેસને અનાયાસે સફળતા મળી છે.

આમ અમરેલી લોકસભા વિસ્તારનાં મતદારો છેલ્લા 3પ વર્ષથી ભાજપ સાથે અને અગાઉના 40 વર્ષ સુધી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલારહૃાા છે. એટલે કે આગામી 4 જૂનનાં રોજ લોકસભા વિસ્તારનાં વિસ્તારો કઈ દિશામાં છે તે જાણવા મળશે.

કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડેલ જેનીબેન ઠુંમરનાં માતાએ વર્ષ 2009 અને તેમના પિતા વિરજીભાઈ ઠુંમરે વર્ષ ર014ની ચૂંટણી લડેલ અને બંનેનો પરાજય થયો હતો. ત્યારે જેનીબેન ઠુંમર તેમના માતા-પિતાનાં પરાજયનો બદલો લેશે કે પછી તેઓ પણ ભાજપનાં ઉમેદવાર ભરત સુરતરીયા સામે પરાજય પામે તે પણ જોવું રસપ્રદ રહેશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj