આપણા દેશમાં અને ગુજરાતમાં જાહેર થયેલા આપઘાત કેમ વધતા જાય છે ?

Local | Jamnagar | 26 April, 2024 | 03:09 PM
આપઘાત નિવારણનો કોઇ કાયદો બન્યો નથી: હા, આપઘાત નિવારી શકાય છે, આ રહ્યા ઉપાય
સાંજ સમાચાર

તાજેતરમાં લોકસભામાં જાહેર થયેલ આંકડા મુજબ આત્મહત્યા વિશેના ભારતમાં અને ગુજરાતમાં કેટલા લોકો ભોગ બન્યા છે. તે સમાચાર વાંચી દરેકના  હદય હચમચી ઉઠે છે. પ્રશ્ન એ થાય છે કે શું આપઘાત કરતા લોકોને રોકી શકાતા નથી ? એવી કોઇ સતા કે સાધના નથી ? એવા સંતો-મહંતો કે સાધુ-પુરૂષો, મૌલાના/ફકીર આ દેશમાં નથી જે આ ખોફનાક દુષ્કર્મને રોકી શકે ?!!

અખબારી અહેવાલો કહે છે દેશમાં સ્ત્રીઓ કરતા પુરૂષોના આત્મહત્યાના બનાવો વધુ છે ! આવા બનાવોથી 1,80 લાખ લોકોને જીવન ટૂંકાવ્યું છે. ગુજરાત રાજયમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઘરેલું પ્રશ્ર્નો, લગ્ન જીવન સંબંધિત કારણોથી 6207 પુરૂષો અને 4007 મહિલાઓએ આત્મહત્યા કરી છે તો શું પુરૂષો નાસમજ છે ? બુઝદિલ છે ?

વર્ષો પહેલાં ઘરની આવક ઓછી હોય ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય અને એથી પરિવારમાં ઝઘડા થતા પતિ કે પત્ની આપઘાત કરતા હતા. હવે, લગ્ન તુટવાના કારણે, લગ્નેતર સંબંધોને કારણે, દહેજ પ્રશ્ર્નોના કારણે અને છુટાછેડા વિગેરે જેવા અનેક કારણે સ્ત્રી-પુરૂષો આપઘાત કરે છે ! તે વાત જાણીને આશ્ર્ચર્ય થાય છે.

હાલના આપઘાતના જાહેર આંકડા વાંચતા નવીન લાગે છે કે નાની વયના 14 થી 18 વર્ષના યુવકો અને યુવતીઓ આપઘાત કરે છે ! શું કામ ? જેને હજી જીવન જીવવાનું શિખ્યું નથી તેણે જીવ આપી દેવો એ કયાનો ન્યાય છે ? આવી દુષ્પ્રેરણા શા ને લીધે થાય છે ? એના માટે કોણ જવાબદાર છે ?
આપણે ઉપરોકત બધી બાબતો બાજુ રાખી દઇએ, પડદો પાડી દઇએ અને આ બધુ ન બને તે માટે જ ચાલો વિચારીએ.

શું આપઘાત નિવારી શકાતા નથી ? માનવ અવતાર નશીબદારને જ મળે છે જે ભાગ્યશાળી છે. તો આ અવતાર વેડફી નાખવાનો અર્થ શું છે ? તેથી શું મળે છે ? ચાલો ત્યારે એના રસ્તા શોધીએ. ઉપાયો ખોજીએ.

મે આજથી 20 વર્ષ પહેલા જામનગરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે, હાલના ઓવરબ્રીજ નીચે આવેલ જામ મહાવીર હનુમાન મંદિરમાં આપઘાત નિવારણ કેન્દ્ર શરૂ કરેલ હતું અનેક દુ:ખી લોકોએ મુલાકાત લીધી હતી. અને તેમના જીવ બચાવેલા છે. જેનું લેખિત રેકોર્ડ પણ મારી પાસે છે. આ પદ્વીત- કાર્યવાહીથી આજે પણ લોકોને આપઘાત કરતા બચાવી શકાય છે. નિ:સ્વાર્થ સેવાનો લાભ આર્શીવાદરૂપ છે.

જૂની કહેવત છે અને ઘણા લોકો કહે છે કે પાંચમની છઠ થતી નથી! હું કહું છું કે છઠ નહી અમાસ સુધી પહોંચાડી દઉ!!
આ સેવાસંતો-મહંતો કરી શકે છે મંદિરના પુજારી લોકો કરી શકે, મસ્જીદના મૌલાઓ અને ગુરૂદ્વારાના ગ્રંથીઓ કરી શકે છે. ચર્ચમાં ફાધર અને પોપ પણ આ સેવા કરી શકે. દુ:ખી દુ:ખી આત્માઓ આવી જગ્યાઓ પર અવાર-નવાર આવી પ્રાર્થના કરતા હોય છે તેમને રૂબરૂ (ઇશ્ર્વર સમક્ષ)સાંભળી યોગ્ય માર્ગદર્શન અને આશ્વાસન આપી જીવ શાંત કરી શકાય છે. બસ આપઘાતની એક પળ વીતી ગયા પછી એ કદી આવો વિચાર કરી શકશે નહી. એનું જીવન સુખી સંપન્ન બની જશે.

એક દાખલો આપુ એક કંશારા યુવાન જામનગરથી રાજકોટ આજી ડેમમાં આપઘાત કરવા જતો હતો. રેલની ટીકીટ રૂા.16 હતી એની પાસે રૂા.15 હતા. એક રૂપિયો ઘટતો હતો તે મારી પાસે માંગવા આવ્યો કારણ પુછયું જાણ્યું સમજાવયો. હનુમાનજી પાસે પ્રાર્થના કરી-કરાવી આઠ દિવસ અહી રોકાયો અને જમ્યો. શાંત થયો અને આનંદભેર વિદાય થઇ ઘરે ગયો. લેખિતમાં માફી માંગી અને આપી છે!

આમ અનેક મરવા જઇ રહેલ જીવને બચાવવા અઘરા નહી સહેલા છે. તો ચાલો હવે આપણે આપઘાત નિવારણ કેન્દ્ર શરૂ કરી દઇએ. સંતો-મહંતો-મૌલાઓ/ફકીરો-ગ્ંરથીઓ, ફાધર-પોપ આ સેવા સાથે સ્વીકારી લઇએ. વગર પૈસે નિસ્વાર્થ ભાવે આ સેવાનો યશ અનેરો છે જયાં કોઇ કાયદો કામ કરતો નથી ત્યાં આ સેવા અદ્ભુત છે આશ્ર્ચર્યજનક છે ! આનંદદકાય છે! આર્શીર્વાદરૂપ છે! ખરૂને ? તો સૌ થઇ જાવ તૈયાર. નજીકના ભવિષ્યમાં આપઘાતના આંકડા ઓછા થશે એ નિશ્ચિત માનજો.
નટુભાઇ ત્રિવેદી (મો.નં.99980 95210)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj