બાબરામાં પવનચક્કીનો કેબલ ચોરનાર ઝડપાયો

Local | Amreli | 07 May, 2024 | 02:54 PM
સાંજ સમાચાર

અમરેલી,તા.7
કોટડાપીઠા ગામે, હડીયા ધાર વિસ્તારમાં આવેલ પવનચકકીની સાઇટ ઉપર પી.કે. પાવરટેક નામની કંપનીના પવનચક્કી લોકેશન નંબર-14 જેમાં પેનલબોક્ષમાંથી અલગ અલગ કંપનીની નાની મોટી એમ.સી.બી. નંગ-50 જેની અંદાજીત કિંમત રૂા.10,000 તથા એબીબી કંપનીના કોન્ટેકટર નંગ-પ જેની અંદાજીત કિંમત રૂા. 25,000 તથા કોપર વાયર આશરે-150 મીટર જેની અંદાજીત કિંમત રૂા.10,000 મળી કુલ કિંમત રૂા. 45,000ની કોઇ અજાણ્યા ઇસમે ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ છે.

જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.એસ. ફુગસીયાની રાહબારી કોટડાપીઠા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં તપાસમા હતા તે દરમ્યાન ચોરીમાં ગયેલ તમામ મુદ્ામાલ તથા ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલ વાહન મારૂતિ સુઝુકી સુપર કેરી સાથે આરોપી સંજય વસંતભાઇ સોલંકી (રહે. મોરબી), સાયર દલસુખભાઇ મકવાણા સહિત પાંચ ચોર ઇસમોને પકડી પાડી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોરને ડીટેઈન કરી ગણતરીનીકલાકોમાં અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી બાબરા પોલીસ ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj