મોરબી 66 કેવી જેતપર સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એપીઓ બી.આર. પંડ્યા વયમર્યાદાના કારણે તા 30/4 ના રોજ નિવૃત થયેલ છે ત્યારે તેમનો નિવૃતી સન્માન સમારોહ રાધિકા હોટલમાં યોજાયો હતો જેમાં અતિથિવિશેષ નિવૃત એડી. ચીફ ઇજનેર ડી.બી. વામજા તથા અધ્યક્ષ સ્થાને કાર્યપાલક ઇજનેર એ.કે. પટેલ અને મોટી સંખ્યામાં ડીવીઝનનાં ઇજનેર, અધિકારી તથા કર્મચારી સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા અને બી.આર. પંડ્યાની ફરજ દરમ્યાન કાર્યશૈલી તથા તેમની કંપની પ્રત્યે વફાદારીની દરેક અધિકારીઓએ પ્રશંસા કરી હતી અને તેમના કામને બિરદાવ્યુ હતું અને અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ સંચાલિત કાર્યક્રમમાં સંઘના મોરબીના દરેક હોદેદારો પણ હાજર રહેલ હતા આ પ્રણાલિકા મુજબ બી.આર. પંડ્યાનું સન્માન કરી તેમને માનભેર વિદાય આપેલ હતી. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy