(દેવા ભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ,તા.23
ગુજરાત કાઉન્સીંલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત ધર્મ ભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા "વિશ્વ પૃથ્વી દિવસ" ની ઉજવણી પ્રભાસ પાટણ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરવામાં આવેલ જેમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને પીપીટી પ્રેઝન્ટેશન તથા વિડીયો દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રના એકેડેમીક કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે સમજ આપવામાં આવેલ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ કેમ ઘટાડી શકાય તે અંગે હાજર સર્વેને માહિતગાર કરવામાં આવેલ.
દર વર્ષે વિશ્વ પૃથ્વી દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં તેની થીમ છે - 'Planet Versus Plastic' આ થીમનો હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને સમાપ્ત કરવાનો અને તેના વિકલ્પોની શોધ પર ભાર આપવાનો છે.
વિશ્વ પૃથ્વી દિવસ પર, લાખો લોકો પ્રદૂષણ અને તેના જોખમો, વનનાબૂદી જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એકઠા થાય છે. આ પ્રસંગે, વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમોની મદદથી, લોકોને પર્યાવરણ માટે ઉભા થયેલા જોખમો વિશે જણાવવામાં આવે છે અને તેઓને પૃથ્વીને બચાવવાના પ્રયાસો વિશે જાગૃત કરવામાં આવે છે.
ત્યારબાદ વિશ્વ પૃથ્વી દિવસ વિશે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક દ્વારા કેવી રીતે ઈકો બ્રિક્સ બનાવી શકાય અને તેનો ઉપયોગ શું કરી શકાય તે વિશે લોક વિજ્ઞાન કેન્દ્રના સાયન્સ કમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી દ્વારા પ્રવૃત્તિ કરી સમજાવવામાં આવેલ.
(તસ્વીર: દેવાભાઈ રાઠોડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy