અમરેલી જિલ્લામાં વાલીઓની ચિંતામાં વધારો: વધુ બે તરૂણીઓનાં અપહરણની ફરિયાદ

Local | Amreli | 20 April, 2024 | 01:15 PM
અમરેલી વૃદ્ધે કેન્ટીન માલીકને કચરો હટાવવાનું કહેતા હુમલો: ઇજા
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.20
અમરેલી જિલ્લામાં છેલ્લા ર4 કલાક દરમિયાન અલગ અલગ બે બનાવમાં બે તરૂણીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામે રહેતી એક 16 વર્ષ 9 માસની ઉંમર ધરાવતી તરૂણીને મુળ ગારીયાધાર મફતપરાનો વતની અને હાલ કામરેજ ગુરૂકૃપા સોસાયટી સુરત ખાતે રહેતો અનીલ રમેશભાઇ સોલંકી નામનો ઇસમ ગત તા.4 ના રોજ 1ર વાગ્યે તરૂણીને સેંજળ ગામેથી લલચાવી ફોસલાવી લગ્ન તથા બદકામ કરવાના ઇરાદે  વાલીપણા માંથી ભગાડી અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ નોંધાય છે.  બીજા બનાવમાં ધારીમાં રહેતી એક 1પ વર્ષ 7 માસની  તરૂણીનો તે જ ગામે રહેતા શુભમભાઇ મનાભાઇ કણસાગરા નામનાં આરોપીએ પીછો કરી, તેણીની જાતીય સતામણી કરી, પોતાની સાથે વાતચીત  કરવા તેમજમળવા દબાણ કરી તેમજ મારી નાખવાની ધમકી આપી તેમજ ગત તા.17 ના રોજ 11 વાગ્યે તેણી ટયુશનમાં ગયેલ ત્યારે તેણીને આરોપી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ નોંધાય છે.
 

અમરેલીની સિટી પેલેસ હોટેલનાં કર્મચારી ઉપર 3 ઈસમોનો હુમલો
અમરેલીમાં એસ.ટી. ડેપો સામે આવેલ હોટલ સિટી પેલેસમાં નોકરી કરતા સૈયદમહંમદ અબાકાદર બાપુ એદૂષી નામનાં 6ર   વૃઘ્ધે  તા.18 ના રોજ 10  વાગ્યે હોટલના દાદરા પાસે કચરો પડેલ હોય જે બાબતે દાદરા પાસે આવેલ શિવ કેન્ટીનના માલિક આરોપી ગોપાલભાઇ ભટ્ટને કહેવા જતાં તેણે ઉશ્કેરાઈ જઈ ગાળા ગાળી કરવા લાગેલ વૃઘ્ધે ગાળો આપવાનીના કહેતા આરોપીઓએ વધુ એકદમ ઉશ્કેરાય તેના હાથમાં રહેલ લાકડાનો એક ઘા વૃઘ્ધના  માથામાં  મારવા જતા વૃઘ્ધે  ડાબો હાથ આડો રાખતા લાકડાનો ઘા આંગળી ઉપર વાગતા આંગળીમાં ફેક્ચર કરી ઈજા કરી તથા ઢીકાપાટૂનો મારમાર મારી તેમજ વૃઘ્ધના દિકરાનું ગળુ પક્ડી પછાડી દઇ ઈજા કર્યાની વૃઘ્ધે ત્રણ  ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj