સાવરકુંડલામાં તરૂણીનો ગળાફાંસો ખાઇ આપઘાત

Local | Amreli | 25 April, 2024 | 11:18 AM
રાજુલાના વિકટર ગામે બોલેરો હડફેટે બાઇક સવાર ઘવાયો
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)

અમરેલી, તા.25

સાવરકુંડલાની તરૂણીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ અંતિમવાટ પકડી છે. 

સાવરકુંડલા ગામે શિવાજી ચોક, પોપટ બોઘાના નાકામાં રહેતી ખુશાલીબેન રાકેશભાઇ મસરાણી નામની તરૂણી નાનપણથી જ તેના દાદાના ઘરે રહેતી હોય અને તેણી દાદાના ઘરે એકલી હોય તે દરમ્યાન કોઇ કારણસર પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતાં તેણીનું મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે. 

દારૂ ઝડપાયો

દામનગર ગામે આવેલ ઉંડપા શેરીમાં રહેતા રાજુભાઇ ભીખાભાઇ નારોલાએ પોતાના રહેણાંક મકાને ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની 7પ0મી.લી. કંપની રીંગપેક બોટલો નંગ-6 કિંમત રૂા.19ર0નો રાખેલ હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે દરોડો પાડી મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડેલ છે. 

અકસ્માત

જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામે રહેતા શિવાભાઇ શામજીભાઇ બાલધીયાના પિતા  તા. રર ના બપોરના બે થી અઢી વાગ્યાના અરસામાં તેનું મોટર સાયકલ લઇને તેના ઘર તરફ આવતા હતા. તે અરસામાં વિકટર ગામ નજીક રોડ ઉપર પહોંચતા સામેથી એક અજાણ્યા બોલેરોનાં ચાલક તેનો બોલેરો પુરઝડપે બેફિકરાઇ ગફલત ભરી રીતે ચલાવી શામજીભાઇ બાલધીયાનાં મોટર સાયકલ સાથે અથડાવી દઇ શામજીભાઇ બાલધીયાને શરીરે નાની-મોટી ગંભીર ઇજા કરી મોત નિપજાવી બોલેરો લઇ નાશી ગયાની ફરિયાદ નોંધાઈ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj