વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.19 ભાવનગર નજીક ખેતાખાટલી-સનેસ રોડપર બાઈક-આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા યુવાન ને ગંભીર ઈજા પહોંચી છે. આ ટક્કર એટલી ભયંકર હતી કે, બાઈકના બે ટુકડા થઈ ગયા હતા. આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ભાવનગર નજીકભાલપંથકના ખેતાખાટલી ગામે રહેતો નિતીન પુનાભાઈ ઝાલા નામનો યુવાન બાઈક લઈને ખેતાખાટલી થી સનેસગામ તરફ જઈ રહ્યો હતો તે વેળાએ એક આઈસર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા ચાલક રોડપર પટકાયો હતો, જયારે બાઈક આઈસર સાથે અથડાતા બાઈકના બે ટુકડા થઈ ગયાહતા. આ અકસ્માતમા આઈસર ચાલકે પણ વાહન પરનોકાબૂ ગુમાવતા ટેમ્પો રોડ સાઈડમાં પલ્ટી ખાઈ ગયો હતો.બીજી તરફ ઈજાગ્રસ્ત બાઈક ચાલકને તત્કાળ સારવાર અર્થે 108 મારફતે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આ યુવાનની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત ને પગલે વેળાવદર ભાલપોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને તપાસ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy