મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

Local | Morbi | 26 April, 2024 | 01:59 PM
નાગડાવાસ ગામ નજીક અકસ્માતમાં યુવાનને ઇજા
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)  મોરબી તા.26
મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ પેપરમીલ નજીકથી પસાર થતી કેનાલમાં યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ મિલેનિયમ પેપરમીલમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કાલુભાઈ બાબુભાઈ મોટકા જાતે પટેલ (44) નામનો યુવાન કારખાના પાસે આવેલ પાણીની કેનાલમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે.
 

અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રહેતા હેમંતભાઈ તળશીભાઈ જિંજવાડીયા (40) નામનો યુવાન નાગડાવાસ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ગાળા અને નાગડાવાસ ગામ વચ્ચેના ભાગમાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj