ભાવનગર નજીક ટ્રક-બાઇક અથડાતા યુવાનનું મોત

Local | Bhavnagar | 09 May, 2024 | 11:53 AM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.9

ભાવનગરના માઢીયા ગામ નજીક ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માતની ઘટનામાં તળાજા તાલુકાના પીપરલા ગામના બે યુવકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

 અકસ્માતની આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ તળાજા તાલુકાના પીપરલા ગામમાં રહેતા બે યુવકો રમેશભાઈ મોહનભાઈ ગળચર (ઉં.વ.35) અને મુકેશભાઈ વશરામભાઈ ગળચર (ઉં.વ.28) તેમની મોટરસાયકલ લઈને દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને ભાવનગરથી આગળ માઢીયા ગામ નજીક પહોંચ્યા ત્યારે હાઇવે પર ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થતા બંને યુવકોને ગંભીર ઇજા થઈ હતી.

આ ઘટનાના પગલે 108 એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં રમેશભાઈ મોહનભાઈ ગળચરનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

 આ બનાવવા અંગે હોસ્પિટલ પોલીસે કેસ કાગળ તૈયાર કરી વેળાવદર ભાલ પોલીસને જાણ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj