(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.9
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બોખાની વાડી વિસ્તારમાં રહેતો કલ્પેશ મનસુખભાઈ નકુમ નામનો 20 વર્ષનો યુવાન તેનું બાઇક લઈને કામ ઉપરથી પરત ઘરે જવા નીકળ્યો હતો.તે મોરબીના રવાપર બાજુથી કંડલા બાઇપાસ ઉપરથી ઘર તરફ જતો હતો.ત્યારે ત્યાં કંડલા બાયપાસ ઉપર આવેલા નેક્ષસ સિનેમાની નજીક તેનું બાઈક ઉભેલા ટ્રકની સાથે અથડાયુ હતું.
જેથી ઇજાગ્રસ્ત હાલતમાં કલ્પેશ નકુમને અહીં પ્રાથમિક સારવાર આપીને રાજકોટ ખસેડાયો હતો જોકે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી તેને વધુ સારવાર માટે હાલ અમદાવાદ લઇ જવાયો હોવાનું હાલ રાજકોટ હોસ્પીટલ સુત્રો તેમજ તેના ભાઇ પાસેથી જાણવા મળી રહ્યું છે.
દવા પી જતા
માળિયા મીંયાણા તાલુકાના કુંભારિયા ગામે રહેતા અસ્મિતાબેન મુકેશભાઈ દેત્રોજા નામના મહિલા તેઓના ઘરે ઝેરી દવા પી જતાં મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. એ ડિવિઝનના હરેશભાઈ ચાવડાની તપાસમાં સામે આવ્યું હતું કે અસ્મિતાબેનનો લગ્નગાળો 14 વર્ષનો છે અને તેઓને બે સંતાન છે.બાળકો સતત હેરાન કરતા હોય તે બાબતની કંટાળી જઈને તેઓએ આ પગલું ભરી લીધું હતું.
વાહન સ્લીપ થતા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા નવી પીપળી ગામે રહેતા વિષ્ણુભાઈ અમૃતભાઈ પટેલ નામના 50 વર્ષીય આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા અત્રેની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy