રાજકોટ, તા. 9
ધો.12 કોમર્સના આજે જાહેર થયેલા પરિણામમાં મહાપાલિકા સંંચાલિત હાઇસ્કુલોનું પરિણામ સુધર્યુ છે અને સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલની તમામ છાત્રા ઉતીર્ણ થઇ છે.
મનપાની શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલનું પરિણામ 100 ટકા આવ્યું છે. બોર્ડનું પરિણામ 91.93 ટકા, રાજકોટ કેન્દ્રનું 95.07 ટકા અને શાળાનું સો ટકા આવ્યું છે. આ શાળામાંથી પરીક્ષા આપનાર તમામ 57 વિદ્યાર્થીની ઉતીર્ણ થઇ છે. 99.90 પીઆર સાથે સોલગામા પુજાએ એ-1 ગ્રેડ પણ મેળવ્યો છે.
મનપાની પી એન્ડ ટી વી શેઠ હાઇસ્કુલનું 72.30 પરિણામ આવ્યું છે. આ શાળામાંથી 65 વિદ્યાર્થીએ પરીક્ષા આપતા 47 ઉતીર્ણ થયા છે. એ-2 ગ્રેડમાં 90 થી વધુ પીઆર સાથે બે, બી-1માં 81થી વધુ પીઆર સાથે 8 અને બી-2 ગ્રેડમાં 61થી વધુ પીઆર સાથે 15 વિદ્યાર્થી પાસ થયા છે.
શેઠ હાઇસ્કુલના હાર્દિક કિશોરભાઇ ડાભીએ 82.42 ટકા અને 91.69 પીઆર, મીત શાંતિલાલ સુરેલીયાએ 81.85 ટકા અને 90.90 પીઆર મેળવ્યા છે. ઉત્સવ વિપુલભાઇ સોલંકીએ 78.85 ટકા અને 86.17 પીઆર મેળવ્યા છે. શાળાનું પરિણામ આ વખતે ઘણુ સારૂ આવ્યું છે. 2021માં શાળાનું પરિણામ 100 ટકા (માસ પ્રમોશન), 2022માં 72.22, 2023માં 46.34 અને 2024માં 72.30 ટકા પરિણામ રહ્યું છે.
બંને શાળાના પરિવાર, અધિકારીઓ અને મનપાના જવાબદારોએ આ તેજસ્વી છાત્રોને અભિનંદન આપ્યા છે. મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, શાસક નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા, મા. શિક્ષણ સમિતિ રસીલાબેન સાકરીયાએ આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા છે. તો ઓછા ટકા કે નાપાસ છાત્રોને નાસીપાસ થયા વગર ભવિષ્યમાં વધુ સારી સફળતા મેળવવા શુભેચ્છા આપી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy